Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

હવે અમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચ વેચવા અને કપના ઉપયોગ પર પ્રતિબંધ

કલેક્ટર કચેરીમાં આવતા લોકોને શણની બેગ આપવામાં આવશે.

અમદાવાદ ;વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચ વહેવા અને ચાની કીટલીએ પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે

  અમદાવાદના મેયર ગૌતમ શાહે મંગળવારે સાંજે જાહેરાત કરી કે હવે અમદાવાદ શહેર વિસ્તારમાં પાણીના પાઉચ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ વેચાણ કરતા પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરભરમાં ચાલતી ચાની કિટલી પર પ્લાસ્ટિકના કપનો ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર પણ AMC પ્રતિબંધ મૂકી દીધો છે.

   અમદાવાદ કલેક્ટરે પણ કલેક્ટર કચેરીને નો પ્લાસ્ટિક ઝોન બનાવવાની જાહેરાત કરી છે. એટલે કે આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિકની બેગનો પણ ઉપયોગ નહીં કરે. આ ઉપરાંત કલેક્ટર કચેરીમાં આવતા લોકોને શણની બેગ આપવામાં આવશે. જેથી તેઓ  પ્લાસ્ટિક બેગને બદલે શણની બેગનો ઉપયોગ કરી શકે.

  આ પહેલા 4 જૂનના રોજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની કાર્યવાહીના ભાગ રૂપે RMCના અધિકારીઓ દ્વારા 16000 પાણીના પાઉચ જપ્ત કર્યા છે આ ઉપરાંત 5600 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(9:07 pm IST)