Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અમદાવાદ: લગ્નના 6 મહિનામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ ચોથા માળેથી પડતું મૂકી મોતને વ્હાલું કરતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: કોરોના કાળમાં ગૃહ કલેશના ક્સ્સિા વધી રહ્યા છે, કેટલાક કિસ્સામાં તો સાસરીયાના અસહ્ય ત્રાસથી મહીલાઓ જીવન ટૂંકાવી રહી છે.નારોલમાં રહેતી બિહારની મહિલાએ ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો બનાવ  અંગે નારોલ પોલીસે પતિ સહિત સાસરીના પાંચ સભ્યો સામે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 બિહારમાં રહેતા માતા પિતા સાથે ફોેન પર વાત પણ કરવા દેતા નહી ઘેનની દવા આપી બેહોશ કરતાબિહારમાં રહેતા  સૂર્યકાન્ત રામનંદ મિશ્રાએ  નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ લકઝુરીયા ખાતે રહેતા જમાઇ કમલેશ અનિલકુમાર ઝા તથા સાસુ અને સસરા નણંદ, મામા સહિત પાંચ સામે ફરિયાદ નોધાવી છે કે ફરિયાદીની ૨૭ વષીય પુત્રી પ્રિયેંકાના ૨૦૧૮માં સમાજના રિતીરિવાઝ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના એક મહિના સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ ઘરના નાના કામ અંગે તકરાર કરીને દહેજની માંગણી કરતા હતા જો કે ફરિયાદીએ બાઇક લેવા માટે રૃા. ૮૦,૦૦૦ હજાર પણ આપ્યા હતા. ફરિયાદીની દિકરી ગર્ભવતી હતી ત્યારે પણ કામકામ કરાવીને હેરાન પરેશાન કરતા હોવાથી પિતાના ઘરે એક વર્ષ સુધી રાખી હતી ત્યારબાદ પુત્ર સાથે અમદાવાદ આવી હતી. તે સમયે પતિએ કહ્યુ કે તે માતા પિતા સાથે કોઇ સબંધ રાખશે નહી અને  ફોન પર વાત પણ કરશે નહી એટલું નહી ઘેનની દવા આપીને બેહોશ કરતા હતા. જેથી પિતા તા.૨ના રોજ અમદાવાદ આવ્યા હતા, પિતા અહિયા રોકાયા  હતાજ્યાં પતિએ આજે છૂટા છેડા લેવા તેમ કહીને જીદ પકડી હતી જેથી કંટાળીને મહિલાએ પતિ અને સાસરી રૃમમાં હતા ત્યારે તા.૪ના રોજ સાંજે ચોથા માળેથી પડતુ મૂકીને આપઘાત કર્યો હતો.

(5:18 pm IST)