Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ: બેકાટૅકરી નજીક બંધ મકાનને નિશાન બનાવી 1.77 લાખની મતાની ઉઠાંતરી

અમદાવાદ:જીલ્લાના ધોળકા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન તસ્કરો દ્વારા દુકાનો તેમજ ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા શહેરી વિસ્તારમાં આવેલ બેકાટેકરી પાછળ બંધ રહેણાંક મકાનના તસ્કરો દ્વારા તાળા તોડી ચોરીનો બનાવ બન્યો હતો જેમાં તસ્કરો દ્વારા મકાનના તાળા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મકાનના કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂા..૭૭ લાખ તથા મોબાઈલ ફોન કિંમત રૂા.,૦૦૦ મળી કુલ રૂા..૭૯ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયાં હતાં જે અંગે ભોગ બનનાર મકાન માલીક આશીયા મહંમદ હનીફ વ્હોરાને જાણ થતાં ચોરી અંગે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(5:15 pm IST)