Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ભરૂચ જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર સજાગ રહેઃ ગોપાલ ઇટાલિયા

''આપ''ના પ્રદેશ પ્રમુખે હોસ્પિટલની મુલાકાત લીધી : પરિવાજનોને સહાય આપવા માંગણી

રાજકોટ તા. ૬ : ભરૂચની વેલ્ફર હોસ્પિટલ ખાતે લાગેલ આગના બનાવ બાદ વિવિધ રાજકીય અગ્રણીઓની મુલાકાતનો દોર ચાલી રહ્યો હોય. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઘટના સ્થળની મુલાકાત લઇ મૃતકોના પરિવારજનોને સહાય માટેની માગણી કરી હતી, તેવોએ કોરોનાના મુદ્દે કોઇ રાજકારણ નહીં કરવા અને વેકિસનેશન અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે, તેમ કહ્યું હતું.

ભરૂચની વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગવાના બનાવમાં ૧૬ દર્દીઓ સહિત ૧૮ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની જાતમાહિતી મેળવવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભરૂચની આવી વેલ્ફેર હોસ્પિટલના ઘટના સ્થળની મુલાકાત લઇ ઘટના ક્રમ અંગેની માહિતી મેળવી નિરીક્ષણ કર્યું હતું.

તેઓએ આગની ઘટનાને દુઃખદ ગણાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે પરિવારજનોને સહાય માટેની માગણી કરી હતી અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સાવચેતી રાખવામાં આવે તેવી અપીલ કરી હતી.

વર્તમાન કોરોના મહામારી મુદ્દે તેઓએ કહ્યું હતું. કે, અમે કોઇ રાજકારણ નહી કરીએ, માત્ર જનસેવા કરીશું વેકિસનેશન અંગે જનજાગૃતિ હાથ ધરી વેકિસનેશન સેન્ટર સુધી પહોંચાડવાના પ્રયાસ કરીશું. પ્રદેશ પ્રમુખ ઇટાલિયા સાથે ભરૂચેજિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:12 pm IST)