Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ખેરગામના મોબાઈલ એસોસિએશન દ્વારા રેફરલ હોસ્પિટલમાં માસ્ક અપાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) નવસારી જિલ્લા ના ખેરગામ વિસ્તારમાં કોરોના મહામારીના પગલે અનેક અગ્રણી તથા વેપારીઓ કોરોનાનાં દર્દીઓને સારી સારવાર મળે તે માટે રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન,કન્સ્ટ્રેટર મશીન,માસ્ક,પીપીકીટ સહિતની આરોગ્ય લક્ષી લાખો રૂપિયાની સામગ્રી ઉદાર હાથે આપવામાં આવી રહી છે,ગામના મોબાઈલ એસીસીએશન તરફથી પણ ગુરુવારે રેફરલ હોસ્પિટલના તબીબને 1300 જેટલા N95 માસ્ક આપવામાં આવ્યા હતા,તબીબે હોસ્પિટલ અને દર્દીઓ માટે મહેકાવેલી માનવતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કાર્તિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(2:37 pm IST)
  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • રાજકોટમાં અને જીલ્લામાં ૩ સ્થળે સરકારી હોસ્પિટલોની પ્રિમાઈસીસમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા થશે : કલેકટરની મહત્વની જાહેરાત : ૨ ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ૪૦ લાખ રૂપિયા ફાળવ્યા તથા કોર્પોરેટર ક્ષેત્રમાંથી એસબીઆઈ અને લીડ કરતા અધિકારીઓ દ્વારા ૩૭ લાખથી ફાળવણી : જીલ્લામાં ઉપલેટા, ધોરાજી, રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ અને જસદણના આરોગ્ય ક્ષેત્રમાં ઓક્સિજન પ્લાન્ટ નખાશે access_time 12:32 pm IST

  • નેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર કે.પી.ઓલીની સરકાર સંકટમાં : પુષ્પ કમલ પ્રચંડની પાર્ટીએ સમર્થન પાછું ખેંચ્યું : લઘુમતીમાં આવી જવાથી અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ થાય તે પહેલા જ રાજીનામુ આપી દે તેવી શક્યતા access_time 12:36 pm IST