Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

હોસ્પિટલો માટે નજીવા દરો નકકી કરો

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સમક્ષ પોકાર : ખાનગી હોસ્પિટલો ઉપર લગામ કસવા અપીલ

અમદાવાદ,તા. ૬ : સરકાર દ્વારા હોસ્પિટલોમાં અપાતી સેવાઓના નજીવા દરો નકકી કરવા જાહેર જનતા જોગ સકર્યુલર બહાર પાડવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનાઓને રજુઆત થઇ છે. કોરોનાની સારવારના નામે ખાનગી હોસ્પિટલો દ્વારા ખુલ્લેઆમ ચલાવાતી લૂંટ ઉપર રોક લાગાવવા સ્માઇલ ચેરીટેબલ ટ્રસ્ટના જાફરદિવાનની મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, વિરોધપક્ષ નેતાને રજુઆત  તેમણે કહ્યું છે. દર્દી ડોકટરને ભગવાન સમાન ગણતા હોવા છતાં ડોકટરો દ્વારા ભારતીય બંધારણ મુજબ મહામારીમાં સેવા કે મદદરૂપ થવાના બદલે દર્દીઓને એડમીટ કરી જુદા જુદા પ્રકારના ચાર્જો જેવા કે રૂમ ચાર્જ, બેડ ચાર્જ, નર્સ ચાર્જ, ડોકટર્સ ચાર્જ જેવા અન્ય ચાર્જો થઇ અંદાજે પ્રતિદિન રૂ. ૧પ,૦૦૦ થી રપ,૦૦૦ દવા સિવાયના ચાર્જ ઉકત પરિવાર પાસેથી વસુલવામાં આવે છે અને આ દર્દીની સારવાર દરમ્યાન વાપરતા ઇન્જેકશન અને ટેબલેટ પણ ડિસ્કાઉન્ટ કે લેસ કર્યા વગર પ્રિન્ટ ટુ પ્રિન્ટ ભાવ લેવામાં આવે છે.

કોરોના સારવાર આપતી હોસ્પિટલોના મોંઘા ચાર્જો તથા છુપા ખર્ચાઓ સાંભળી ગરીબ નિરાધાર મધ્યમ વર્ગ તથા રોજ દિહાડી વર્ગ પરિવારના ચેપગ્રસ્ત ઇસમો ૩ થી ૪ દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ રહે તો દવા સિવાયના હોસ્પિટલ ચાર્જો કે જે તેમની આર્થિક શકિત બહાર હોઇ ભરપાઇ કરી શકે તેમ શકય ન હોઇ અને તે ભયથી કોરોના સારવાર અર્થે ખાનગી દવાખાના/ હોસ્પિટલમાં જતા અચકાય છે. જેથી હોમ કવોરન્ટાઇન થયેલા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહે છે. જેના કારણે સરકારે લીધેલા કોરોના માટેના નક્કર પગલા પણ અસફળ થઇ રહ્યા છે.

સરકાર દ્વારા જાહેર જનતા જોગ સકર્યુલર બહાર પાડી ગરીબ નિરાધાર મધ્યમ વર્ગ રોજ દિહાડી વર્ગ પરિવારોને કોરોના વાયરસ સામે સારવાર કરવા મદદરૂપ થવા વ્યાજબી ચોક્કસ ભાવ નકકી કરી આપવા જાફર જે. દિવાન, (પ્રમુખ : સ્માઇલ ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા રાજયના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને ગુજરાત વિરોધપક્ષ નેતાને રજુઆત કરવામાં આવી છે.

(1:02 pm IST)