Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

પાટણના એબીપી અસ્મિતાના રીપોર્ટર વિનોદભાઇ ગજ્જરનું કોરોનાથી અવસાન

પાટણ, તા., ૬: પાટણ જીલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. જીલ્લામાં પણ મૃત્યુ આંક વધી રહયો છે. પાટણ જીલ્લાના એબીપી અસ્મિતાના રીપોર્ટર વિનોદભાઇ ગજ્જરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને છેલ્લા ૧૦ દિવસથી તેમની સારવાર બાદ વિનોદભાઇ ગજ્જરનું અવસાન થતા જીલ્લાના પત્રકાર આલમમાં શોકનું મોજુ ફેલાયુ હતું. રીપોર્ટર વિનોદભાઇના નિધનથી પત્રકાર આલમમાં મોટી ખોટ પડી છે. સમગ્ર પાટણ જીલ્લાનું મીડીયા જગત તેમના પરીવારની પડખે ઉભુ રહેલ છે તેવા આશ્વાસનો આપેલ છે. મિત્ર વર્તુળ તેમજ કુટુંબીજનોમાં આઘાત લાગ્યો છે તેમના પરીવારને આ સંકટની ઘડીમાં સૌ આશ્વાસન આપી રહેલ છે.

(12:58 pm IST)
  • રાજકોટ ઍસટી ડિવીઝન ચેકીંગ સ્કવોડનો સપાટો : કટકી કરતા ૫ કંડકટર ઝડપાયા : ટીકીટ વિના મુસાફરી કરતા ૫ મુસાફરો પણ ઝડપાયા : અન્ય ગેરરીતી અંગે પણ ૯૧ કેસમાં કાર્યવાહી : ૧૭૦૦થી વધુ બસમાં ચેકીંગ : ૨૧૦૦ના દંડની વસૂલાત access_time 10:05 am IST

  • રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસમાં ૩૦ થી ૪૦%નો ઘટાડો : ખાનગી અને સરકારીમાં બંને સ્થળે ડોકટરોના અનુમાન મુજબ તિવ્રતા પણ ઘટી છે : ઓપીડી અને આઈપીડીમાં કેસો ઘટ્યા છે : નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તાનો નિર્દશ access_time 12:32 pm IST

  • એનસીપી મહિલા આગેવાન રાજકોટ કલેકટર કચેરીએ કોરોનાની દવા અને ઓક્સિજન બાબતે રજૂઆત કરવા આવતા પોલીસ સાથે ચડભડ : રેશમા પટેલ સહિત ૩ થી ૪ કાર્યકરોની અટકાયત access_time 12:33 pm IST