Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

"ટીકા કરવાને બદલે ટેકો આપવાની વૃત્તિ રાખો તો જ ટકી શકાશે." : પ્રફુલભાઈ શુક્લ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : અત્યારે મહામારીના કપરાકાળમાં બીજાની ટીકા કરવાને બદલે ટેકો આપવાની વૃત્તિ રાખો તો જ ટકી શકાશે. દવાખાનામાં રાત દિવસ સેવા કરનારા ડોક્ટરો , પોલીસ કર્મીઓ , પત્રકારો , સમાજ સેવી સંસ્થાઓ , દાનવીરો બધા જ પોતાનાથી બનતી સેવા કરી રહ્યા છે.એના ઉત્સાહને બીરદાવો અને ટીકા છોડીને ટેકો આપવાનું રાખો આપણે કોઈ વ્યક્તિ કે પક્ષને નહિ પણ કોરોનાને હરાવાનો છે.એ ભૂલશો નહીં".ઉપરોક્ત શબ્દો આજે ફેસબુક ઓનલાઈન રામકથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ઉચ્ચાર્યા હતા.સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન પ્રફુલભાઈ શિરોયા તથા ડો.હરિકૃષ્ણ શિરોયા દ્વારા ટેલીફોનિક સંકલ્પ લઈને પૂજા કરવામાં આવી હતી.આજે કથામાં કથાકાર શ્રી મિતેષભાઈ જોષી (વલસાડ) ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા  હતા.સાદાઈથી ઉજવાયેલા રામજન્મ ઉત્સવમાં કથાના મુખ્ય યજમાન ચોર્યાસી મેવાડા બ્રાહ્મણસમાજ સંચાલીત એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ , ઉપપ્રમુખ ભરતભાઈ ભટ્ટ , મંત્રી અલ્પેશભાઇ ભટ્ટ ,સહમંત્રી સમીરભાઈ ઉપાધ્યાય , ખજાનચી રજનીકાંતભાઈ જોષી અને સમાજના અગ્રણી વિમલભાઈ ભટ્ટ દ્વારા રામલાલાનું પારણું ઝૂલાવાયું હતું.પ્રમુખ શ્રી હેમંતભાઈ ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું.કિશન દવે , માક્ષિત રાજ્યગુરૂ , કૃષ્ણ શુક્લ , પાર્થ રાજ્યગુરૂ , ઉનાઈ મંદિરના પૂજારી રાકેશ દુબે દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.પ્રો.ભાર્ગવ દવે દ્વારા અયોધ્યામાં રામજન્મનું મુખ્ય કારણ શું ? આ પ્રશ્નનો વ્યાસપીઠ પરથી ઉત્તર અપાયો હતો.

(10:33 am IST)