Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

કોઈપણ ઉદ્ઘાટન વિના બહેરામપુરામાં ઓક્સિજન બોટલ રિફિલિંગ પ્લાન્ટ શરૂ

ગૃહ રાજ્યમંત્રી વ્યસ્તતાના કારણે આવી ના શકતા સાદગીપૂર્ણ રીતે ઉદ્ઘાટન

અમદાવાદ : અમદાવાદ મનપા દ્વારા બહેરામપુરામાં કોઈ પણ ઉદ્ઘાટનની ફોર્માલિટી વગર જ ઑક્સિજન બોટલ રિફિલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા. જો કે ગૃહ રાજ્યમંત્રી વ્યસ્તતાના કારણે આવી ના શકતા સાદગીપૂર્ણ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. gen Plan

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરામાં યુદ્ધના ધોરણે ઑક્સિજન બોટલ રિફિલિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ શરૂ થતા ઓક્સિજનની જરૂરિયાતમાં થોડી રાહત થશે. આ પ્લાન્ટ પર એક દિવસની 1 હજાર બોટલ રિફીલીગ કરવાની કેપેસિટી છે.

જોકે આ સમયે સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. તેમજ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા બદલ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓનો આભાર માન્યો હતો.

(12:05 am IST)
  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • એનસીપી મહિલા આગેવાન રાજકોટ કલેકટર કચેરીએ કોરોનાની દવા અને ઓક્સિજન બાબતે રજૂઆત કરવા આવતા પોલીસ સાથે ચડભડ : રેશમા પટેલ સહિત ૩ થી ૪ કાર્યકરોની અટકાયત access_time 12:33 pm IST

  • આવતીકાલે તામિલનાડુ ના મુખ્યપ્રધાન પદ ના શપથ લેશે ડી.એમ.કે ના એમ.કે.સ્ટાલિન આ વખતે તામિલનાડુ વિઘાનસભા ની ચુટણી મા પ્રથમ વખત પિતા કરૂણાનીઘી ની ગેરહાજરી મા પક્ષ ને અપાવ્યો હતો ભવ્ય વિજય access_time 8:58 pm IST