Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમદાવાદના મેમનગરમાં પ્રેમલગ્ન કરી યુવક પાસેથી 13 લાખ પડાવવા યુ.પી.ની યુવતીને ભારે પડ્યું

અમદાવાદ:મેમનગરમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું યુ.પી.ની યુવતને ભારે પડયું હતું. પતિ તથા સાસરીયાઓએ દહેજમાં ૧૩.૭૦ લાખ લીધા બાદ યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. જોકે હજીસધી કોઈ આરોપી ઝડપાયા નથી.

આ બનાવની વિગત મુજબ કિશ્નાબહેન જૈસ્વાલ મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને ૨૦૦૪માં મેમેનગરમાં મહાત્મા વસાહત ખાતે રહેતા વિશાલ એ.દેસાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીયાઓેએ ક્રિશ્નાહેનને એકાદ વર્ષ સારી રીતે રાખ્યા હતા.બાદમાં ઘરના કામકાજ બાબતે મ્હેણા મારવા લાગ્યા હતા. 

(5:20 pm IST)