Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ઓરિસ્સા ગયેલા જામનગરના 375 અને રાજકોટના 75 લોકો સહીસલામત :કાલે રાયપુરથી ટ્રેનોમાં પરત લાવવા વ્યવસ્થા

ફાની ત્રાટક્યું ત્યારે તમામ કોલકાતા હતા :કોલકાતાથી કટક થઈને રાયપુર પહોંચ્યા :રાયપુરથી બે ટ્રેનોમાં તમામ અમદાવાદ આવશે

અમદાવાદ :ઓરિસ્સા ગયેલા તમામ ગુજરાતીઓ સહીસલામત છે 450 જેટલા ગુજરાતીઓ ફાનીના કરાણે કોલકાત્તામાં ફસાયા હતા. ઓડિશામાં ત્રાટકેલા ફાની વાવાઝોડાના કારણે માર્ગ અને હવાઇ માર્ગ સાથે રેલવે વ્યવહાર સ્થગિત છે ત્યારે જામનગરથી ઓડિશા ગયેલા 375 અને રાજકોટના 75 લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલના પગલે ગુજરાત સરકારે ઓડિશાના અને રાયપુરના વિહવટી તંત્ર સાથે સંપર્ક કરી અને તમામ ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇન્ચાર્જ અને ડે. કલેક્ટર તૃપ્તી વ્યાસે  જણાવ્યું હતું કે તમામ ગુજરાતીઓ સલામત છે, ફક્ત તેમના મોબાઇલમાં વીજળીના કારણે બેટરી ચાર્જ ન હોવાથી સંપર્ક થઈ શક્યો નથી.

  ડે.કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વ્યાસે કહ્યું, “ અમે ઓડિશાના વહીવટીતંત્ર અને રાયપુરના કંટ્રોલ  રૂમ  સાથે સતત સંપર્કમાં છીએ. જ્રાયારે ફાની ત્રાટક્યું ત્યારે તમામ લોકો કોલકાત્તા હતા. તમામ લોકોની કોલકાત્તાથી કટક થઈને રાયપુર સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આજે તેમને કટકથી 6-7 જુદી જુદી બસોમાં રાયપુર લઈ આવવાની વ્યવસ્થા કરાઈ છે

. જામનગરના કલેક્ટરે રાયપુરના કલેક્ટર સાથે વાતચીત કરી છે. રાયપુરમાં તેમના રહેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. આવતીકાલે રાયપુરથી બાર વાગ્યે અને 1 .40 બે અલગ અલગ ટ્રેનમાં તેમની અમદાવાદ સુધી આવવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. પ્રવાસીઓ સહીસલામત છે. લાઇટ ન હોવાના કારણે ફોન ચાર્જ થઈ શક્યા નથી તેથી પરિવાર દુઃખી ન થાય તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.”

(10:17 pm IST)