Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમદાવાદના બુટલેગર સંજય ડામોરને કારમાં ૨૬ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે શામળાજી પોલીસે દબોચી લીધો

રાજસ્થાન તરફથી રતનપુર ચેકપોસ્ટ નજીકથી ઝડપી લઇને જેલમાં ધકેલી દીધો

શામળાજી પોલીસે અમદાવાદના ગોતા વિસ્તારમાં કર્મચારી સોસાયટી ચાણક્યપુરી રહેતા સંજય પ્રભુદાસ ડામોર ને ઈન્ડિગો કારમાં વિદેશી દારૂના ૨૬૩૫૦-ના જથ્થા સાથે રાજસ્થાન તરફથી પ્રવેશતો રતનપુર ચેકપોસ્ટ નજીક થી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ અંગે મળતી વિગત મુજબ રાજસ્થાન તરફથી આવતા વાહનોના સઘન ચેકિંગ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂને પોલિસે પકડી પાડ્યો છે. શામળાજી પોલિસ સ્ટેશનના પોલિસ સબ ઇન્સપેક્ટર કે. વાય. વ્યાસ અને તેમનો સ્ટાફ રાણપુર નજીક અણસોલ ગામની સીમ નજીક ચેકિંગ હતાં ત્યારે ટાટા ઇન્ડિયા કાર નંબર GJ 01 CT2508 નઈ તપાસ કરતા તેમાંથી દારૂની કુલ બોટલ 31 નંગ, દારૂની કુલ કિંમત રૂ.૨૬૩૫૦ સહિત ગાડી અને એક મોબાઇલ ફોન સાથે આરોપી સંજયકુમાર પ્રભુદાસ ડામોર ને ઝડપી પાડી જેલના હવાલે મોકલી દીધો હતો પોલિસે દારૂ સહિત કુલ 2,28,350 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:32 pm IST)