Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનમાં રાજપીપલામાં ટ્રાફિક બ્રિગેડ જવાનની માનવતા જોવા મળી:એક વૃદ્ધ ભિક્ષુકને મદદરૂપ

લોકડાઉનમાં રાજપીપલામાં ટ્રાફિક બ્રિગેડ જવાનની માનવતા જોવા મળી:એક વૃદ્ધ ભિક્ષુકને મદદરૂપ

રાજપીપળા શહેરમાં હાલ લોકડાઉન સમયે સાંજે ખાસ વાહનવ્યવહાર કે આમ જનતા માર્ગ ઉપર ફરતી ન હોય તેવામાં એક નિઃસહાય વૃદ્ધ ભિક્ષુક ને સ્ટેશન રોડ પર ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાન વાસુદેવ માછી એ ભોજન પીરસી આપી માનવતા મહેકાવી હતી.આમ પણ નર્મદા પોલીસ આવી સેવાકીય બાબતે હંમેશા આગળ રહી છે ત્યારે હાલ લોકડાઉન ટાણે વધુ એક માનવતા નું ઉદાહરણ જોવા મળ્યું હતું.(તસવીર:ભરત શાહ,રાજપીપળા)

(10:16 pm IST)