Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

૯૦ ટકા નર્સો સ્નાયુ તેમજ હાડકામાં દુઃખાવાથી પીડિત

નવા અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસા થયા : ૮૮ ટકા નર્સો આઠથી ૧૦ કલાક કામ કરે છે : અહેવાલ

અમદાવાદ,તા. ૬ : આવતીકાલે તા.૭મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ (વર્લ્ડ હેલ્થ ડે)ની ઉજવણી થઇ રહી છે ત્યારે ભારતમાં પણ દર્દીઓની સેવા માટે સતત કાર્યરત અને ફરજનિષ્ઠ રહેતી નર્સાેની કામગીરીને બિરદાવવા ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ સ્વતંત્ર અભ્યાસ એલીવેટિંગ એક્સિપિરિયન્સીસ, એનરિચિંગ લાઇવ્સ જાહેર કર્યો હતો. જેમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, ભારતમાં ૯૦ ટકા નર્સો સ્નાયુઓ અને હાડકામાં દુઃખાવાથી પીડિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચાલુ વર્ષને નર્સો અને મિડવાઇવ્સના કાર્યને બિરદાવવા માટે પસંદ કર્યું છે તથા સમાજને સ્વસ્થ રાખવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ થીમને અનુરૂપ ગોદરેજ ઇન્ટેરિયોના અભ્યાસમાં દેશમાં હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવામાં નર્સોના પ્રવર્તમાન પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. જે દરમ્યાન જાણવા મળ્યુ કે, તેઓ કેરગિવર્સ કાર્ય સાથે સંબંધિત પુષ્કળ તનાવનો સામનો કરે છે, વર્કલોડને કારણે તેમની ઊર્જાનો ઘણો વ્યય થાય છે અને તાલીમબદ્ધ વર્કફોર્સની ખેંચને કારણે એમના કામકાજનાં કલાકો વધારે છે.

                આ જોબમાં લાંબા સમય સુધી ઊભા રહેવું, વિચિત્ર અને સતત મુદ્દાઓમાં કામ કરવું તથા દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા જેવા શારીરિક કાર્યોની જરૂર હોય છે. આ પ્રકારની કામગીરીઓમાં સ્નાયુઓ અને હાડકાં સાથે સંબંધિત સમસ્યાઓ પેદા થવાનું જોખમ વધારે હોય છે. દરરોજ નર્સો દર્દીઓની સારવાર કરે છે, તેમને આરોગ્ય પર સલાહ આપે છે અને હેલ્થકેર સિસ્ટમ દ્વારા પ્રક્રિયા સુધારવા કામ કરે છે. નર્સિંગ કેર હોસ્પિટલો પૂરતી મર્યાદિત નથી. એમાં હોમ કેર નર્સિંગ, ઇન્ડસ્ટ્રિયલ કેર નર્સિંગ, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ, મિલિટરી નર્સિંગ અને અન્ય સેગમેન્ટ સામેલ છે. અભ્યાસમાં ખુલાસો થયો હતો કે, કામગીરીનાં લાંબા કલાકો, ઓવરટાઇમ અને ઓવરલોડ વર્કથી નર્સોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. જ્યારે ૯૦ ટકા નર્સો (સ્નાયુઓ, પેશીઓ અને હાડકાઓ સાથે સંબંધિત સમસ્યાઓ) ધરાવે છે, ત્યારે ૬૧ ટકા નર્સો ક્યારેક ડોકમાં દુઃખાવો પણ અનુભવે છે. અવારનવાર દુઃખાવામાં (૫૧ ટકા) પગમાં દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો (૫૧ ટકા) સામેલ છે.

           એ જ રીતે ૫૧ ટકા નર્સો પીઠની ઉપર અને નીચે દુઃખાવાની ફરજિયાતો કરે છે, ત્યારે ૪૧ ટકા ૧થી ૩ દિવસ માટે રજા લે છે, તો ૭ ટકા નર્સો બે મહિનાનાં ગાળામાં દુઃખાવામાં રાહત મેળવવા ૪થી ૬ દિવસની રજા લે છે, જે સંસ્થામાં કામગીરી અને કાર્યોત્પાદકતામાં નુકસાનને સૂચવે છે. ગોદરેજ ઇન્ટેરિયોના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિલ માથુરે કહ્યું હતું કે, હેલ્થ વ્યાવસાયિકોનું સૌથી મોટું જૂથ નર્સો છે. સંપૂર્ણ કેર-ડિલિવરી સેટિંગમાં તેઓ સારવાર સુધારવા, અત્યાધુનિક હેલ્થ સુવિધા પૂરી પાડવામાં અને મૂલ્યસંવર્ધિત સેવાઓ પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. બદલાતી વ્યવસ્થા અને નવી જવાબદારીઓમાં નર્સોના પડકારોનું સમાધાન પ્રાથમિકતાનાં ધોરણે કરવું જોઈએ. કોરોનાવાયરસ રોગચાળાની શરૂઆત થઈ એ અગાઉ ભારત ૨ મિલિયન નર્સની ખેંચ ધરાવતો હતો (ડબલ્યુએચઓ, ૨૦૧૯). ભારતમાં નર્સ અને દર્દીઓને રેશિયો બહુ ચિંતાજનક છે.

                એક અંદાજ મુજબ, ભારતમાં દર ૧૦૦૦ વ્યક્તિ દીઠ ફક્ત ૨.૧ નર્સ છે. ગોદરેજ ઇન્ટેરિયોનો અભ્યાસ પણદેશમાં નર્સોની તીવ્ર ખેંચને કારણે વર્કફોર્સ પર ભારણ વધ્યું હોવાનું જણાવે છે. એમાં ખુલાસો થયો હતો કે, ૮૮ ટકા નર્સો ૮થી ૧૦ કલાક કામ કરે છે તેમજ મહિનામાં ઓછામાં ઓછા બેથી ત્રણ વાર ઓવરટાઇમ કરે છે. એ જ રીતે ૭૪ ટકા નર્સ ૪થી ૬ કલાકથી વધારે સમય સુધી ઊભી રહે છે, જેના કારણે નીચેના અંગો પર ભારણ વધે છે. જ્યારે ૨૦ ટકા નર્સો મહિનામાં ઓછામાં ઓછા બેવાર ડબલ-શિફ્ટ કરે છે, ત્યારે ૨૬ ટકા નર્સોને મહિનામાં તેમના ઓફ-ડેમાં કામ કરવાની વિનંતી કરવામાં આવે છે. વળી ૧૦ ટકા નર્સોને તેમના ઓફ-ડેમાં મહિનામાં ઓછામાં ઓછા બે વાર ફરજ પર જવું પડે છે.

(9:43 pm IST)