Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

નાંદોદના કુમસ ગામના સરપંચ વિરુદ્ધ નરેગાના કામ બાબતે અવિશ્વાસની દરખાસ્ત

૭ સભ્યો માં સરપંચને માત્ર એક મત મળતા વિશ્વાસ સાબિત ના થયો :ચાર્જ ઉપસરપંચને સોંપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કુમસગામના મહિલા સરપંચ સામે ઉપ સરપંચ અને અન્ય સરપંચે અવિશ્વાસની દરખાસ્ત કરતા સરપંચ વિશ્વાસનો મત જીતી ન શકતા ગામના સરપંચનો ચાર્જ ઉપ સરપંચને આપ્યો છે.
 કોરોના કહેર વચ્ચે પણ ગામડાઓમાં રાજકારણનો ગરમાવો જોવા મળી રહ્યો છે.આગામી ૬ મહિનાઓ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કુમસગામની ગ્રામ પંચાયતમાં છેલ્લે છેલ્લે ગરમાવો જોવા મળ્યો જેમાં કેટલાક નરેગાના કામો,ગામના વિકાસના કામો અંગે ગામના મહિલા સરપંચ શારદાબેન કૈલાશભાઈ વસાવા વિરુદ્ધ ઉપ સરપંચ વિક્રાંત વસાવા અને અન્ય પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતા જેની નકલ તલાટી કમ મંત્રી અને ટીડીઓને મોકલવામાં આવી હતી. જે બાબતે ગામના તલાટી કમ મંત્રીએ રિપોર્ટ કરતા ટીડીઓએ વિશ્વાસનો મત જાણવા અધિકૃત આધિકારીને મોકલ્યા જેમાં પાંચ સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કર્યું જયારે સરપંચ સાથે એક જ મત હોય આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી નાંદોદએ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરી મહિલા સરપંચ શારદા વસાવાનો ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપ સરપંચને આપવાનો હુકમ કર્યો છે.

(6:43 pm IST)