Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

આંકલાવ તાલુકાના ખડોલ નજીક મંદિરે હવન કરવાની ખોટી માહિતી ડીએસપીને ખોટી માહિતી આપનાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

આંકલાવ: તાલુકાના ખડોલ ()ગામે આવેલા રામજી મંદિરે હવન કરવા માટે ૨૦ થી ૨૫ માણસો એકત્ર થયા હોવાની ડીએસપીને ખોટી માહિતી આપનાર વિરૂદ્ઘ આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર આજે ખડોલ ()ગામના કિરીટસિંહ ચંદુભાઈ જાદવે ડીએસપીને મોબાઈલ ફોન કરીને માહિતી આપી હતી કે, ગામના રામદેવજી મંદિરે ૨૦ થી ૨૫ માણસો ભેગા થઈને હવન કરી રહ્યા છે. જેથી તેઓએ તુરંત આંકલાવના પોસઈને ખડોલ ગામે જઈને તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતુ. જેના આધારે પોલીસ ખડોલ ()ગામના રામદેવજી મંદિરે પહોંચી હતી જ્યાં તપાસ કરતાં સમગ્ર હકિકત ખોટી હોવાનું તેમજ કોઈપણ જાતની ધાર્મિક વિધિ કરવામાં આવી નહોતી, કે કોઈ એકત્ર પણ નહીં થયું હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી હોય ખોટો ભય ફેલાવવા માટે ખોટી અને અતિશયોક્તિભરી માહિતી આપવા બદલ પોલીસે કિરીટસિંહ જાદવ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

(5:42 pm IST)