Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મહુધાના ભુમસ પાટિયા નજીક પુરપાટ ઝડપે જતા બોલેરોએ રાહદારીને હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ નિપજતા અરેરાટી

મહુધા:તાલુકાના ભુમસ પાટીયા નજીક રોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં બોલેરો પીકઅપ ડાલાના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર ઈજાગ્રસ્ત બનેલા ઈસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. અંગે મહુધા પોલીસે પીકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના ભુમસ ગામમાં આવેલ મોટા ફળીયામાં રહેતાં રમેશભાઈ ચંદુભાઈ પરમાર ગતરોજ સાંજના વાગ્યાના અરસામાં ભુમસ ગામના પાટીયા નજીક ચાલતાં-ચાલતાં રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે વખતે પુરપાટ ઝડપે પસાર થતાં બોલેરો પીકઅપ ડાલુ નં. જીજે-૦૩, એઝેડ-૯૬૫૯ના ચાલકે રમેશભાઈને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી મહુધા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં.

(5:41 pm IST)