Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પ્રાંતિજ તાલુકાની મજરા ચોકડી નજીક અનાજને સગેવગે કરવાની ઘટનામાં હોટલના મલિક સહીત સાત વિરુદ્ધ ગુનો દાખલ

પ્રાંતિજ:તાલુકાની મજરા ચોકડી પાસે આવેલા એક  હોટલ પાસે એફ.સી.એલ,સરકારી અનાજનો જથ્થો ભરેલી  કેટલીક ટ્રકો ઉભી છે અને તેમાં ગેરરીતી થતી હોવાનું જાણવા મળ્યુ છે તેવી માહિતીને આધારે પ્રાંતિજ મામલતદાર એસ.બી ભગોરા તેમજ સ્ટાફ અને પ્રાંતિજ પી.આઈ એમ.ડી ચંપાવત શુક્રવારે રાત્રે પોલીસ કુમક સાથે મજરા ચોકડી પાસે આવેલી હોટલે પહોંચી તપાસ કરતાં કેટલાક ઈસમો દ્વારા હોટલ માલીકના પીક-અપ ડાલામાં કેટલોક ઘઉંઅને ચોખાના જથ્થાના ચોરી કરી કટ્ટા માલુમ પડેલા જણાતાં પ્રાંતિજ પોલીસે અને મામલતદાર તેમજ પુરવઠાના અધિકારીઓએ અંગે પુછપરછ કરતા પીક-અપ ડાલાના માલિકે રૂ.5290ના ઘઉં અને અનાજના જથ્થાની ચોરી કરી હોવાનું માલુમ પડયુ હતુ.પ્રાંતિજ મામલતદારે 148 ટન ઘઉં અને અનાજનો જથ્થો અને પીક-અપ ડાલા અને ટ્રક સહિત રૂ.63,44,593નો મુદામાલ સીઝ કરીને હોટલના માલિક અને ટ્રકના ડ્રાઈવરો સહિત સાત ઈસમો વિરૂદ્ધ રવિવારના રોજ ગુનો દાખલ કર્યો છે.

ટ્રક અને ડાલાના ચાલકો સામે પ્રાંતિજ મામલતદાર હિતેશ.બી. ભગોરાએ  ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-7 હેઠળ હોટલના  માલિક અને ટ્રકના ડ્રાઈવરો સહિત સાત ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(5:41 pm IST)