Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ચાણસ્મા નજીક મીઠી ધારીઆલમાં યુવકનું અપમૃત્યુ થતા પિતાએ ગંભીર આક્ષેપો કરી હત્યાની રજુઆત કરી

ચાણસ્મા:તાલુકાના મીઠીઘારીઆલ ગામના યુવકનું અકસ્માતમાં થયેલ મોત અંગે તેના પિતાએ ગંભીર આક્ષેપો કરી પોતાના પુત્રની હત્યા કરાઈ હોવાની રજૂઆત કરી છે. અને કેસમાં હત્યાનો ગુનો નોંધવા માંગણી કરી છે.

ગત તા.૨૮--૨૦૨૦ના રોજ બાઈક ઉપર બેસાડી મહેસાણા નજીકના કરશનપુરા-સામેત્રા રોડ ઉપર અકસ્માત સર્જાતા  ગંભીર રીતે ઘાયલ સુરેશજીને ૧૦૮ દ્વારા મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. ૨૦ દિવસ બાદ તા.૧૮--૨૦૨૦ના રોજ મોત નિપજ્યું હતુંતે વખતે મરણજનારના પિતા તથા ગ્રામજનોએ મૃતકની લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતાં અફડાતફડીનો માહોલ ર્જાયો હતોજોકે પોલીસની સમજાવટ બાદ સમગ્ર ઘટનાની તપાસ મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને સાંપવાનો આદેશ કર્યો હતો અંગે મરણજનારના પિતા ઠાકોર જ્યંતિજીએ તા.--૨૦૨૦ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક મહેસાણા તથા રાજ્યના ગૃહમંત્રી સમક્ષ ઘટના બાબતે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ કરવા રજૂઆત કરી હતી.

(5:40 pm IST)