Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

આજે મહાવીર જયંતિની ઉલ્લાસભેર ઉજવણીઃ સાબરકાંઠા જિલ્લામાં ભગવાન મહાવીર સ્‍વામીની શોભાયાત્રાના બદલે ડિઝીટલ વિકલ્પોનો પસંદ

દાહોદ : સાબરકાંઠા જિલ્લામાં આજે મહાવીર જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ છે. કોરોનાના લોકડાઉન વચ્ચે અહીં મહાવીર સ્વામી જયંતીની અનોખી ડિજિટલ ઉજવણી કરાઈ છે.

જૈનોએ કોરોનાને લઈને ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાને બદલે પોતાના ઘરે થાળી, ઘંટનાદ અને ધજા સાથે પૂજા અર્ચના કરી ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. લોકડાઉનના સમયમાં જિલ્લામાં દરેક જૈન ભાઈ બહેનોએ યુ ટ્યૂબમાં ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરી પ્રવચન સાંભળ્યું અને રાત્રે ઘરેથી જ ભગવાનની દિવા કરી આરતી કરશે.

દાહોદ ખાતે પણ મહાવીર જયંતી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.  તેમણે ઘરમાં પણ ઉજવણી દરમિયાન મોઢા પર માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનું  પાલન કર્યું છે. દર વર્ષે દાહોદ માં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમુદાય ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે છે પણ આ વખતે આયોજન ટાળવામાં આવ્યું છે.

(5:25 pm IST)