Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનનો અમલ કરાવવા

સુરતમાં જાહેર રોડ ઉપર અવર-જવર કરવા પ્રતિબંધઃ વાહનો ડીટેઇન કડક કાર્યવાહી

APMC માર્કેટમાં હજારો લોકો એકઠા થતા બંધ કરવામાં આવ્યું

રાજકોટ તા. ૬: કોરોનાની ચેઇન તોડવા ભારત સરકારે ર૧ દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં કર્યું છે  લોકડાઉન અસરકાર રહે તે માટે હવે પોલીસ અને સહકારી તંત્રએ સામુહિક પ્રયાસો હાથ ધર્યા છે.

સુરતમાં કોઇપણ વ્યકિત જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર જવર કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ માટે સુરત પોલીસ કમિશનરે એક નોટીફીકેશન બહાર પાડયું છે.

લોકડાઉનની સ્થતિમાં કોઇપણ વ્યકિત જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર જવર કરવા કે કારણ વગર નીકળશે તો તેનુ વાહન ડીટેઇન કરવાની કાર્યવાહી આજથી હાથ ધરવામાં આવી છે કોરોના વાઇરસ ન ફેલાય તે માટે દેશભરમાં લોકડાઉન કર્યુ છે  આ સ્થિતિમાં લોકો ઘરમાં રહેવાને બદલે બહાર ફરવા નીકળી પડે છે. સરકારી તંત્રએ લોકોને લોકડાઉનની સ્થિતિમાં દુધ-શાકભાજી સામાન્ય દવા તેને અડધા કિ.મી. વિસ્તારમાં મળતી હોવા છતા ખોટા કારણો દર્શાવી ફરવા નીકળી પડતા હોય છે.

સુરતના એપીએમસી માર્કેટમાં ૩ હજારથી પ હજાર લોકો ભેગા થઇ જતા જિલ્લા કલેકટર પોલીસ કમિશનરે એપી એમસી માર્કેટ બંધ કરી દેવા ફરમાન કર્યું છે.

(4:50 pm IST)