Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાને કાઢવા જતાં ડેન્ગ્યૂ અને મેલેરિયા વકરે તેવી ભીતિઃ મચ્છરોનો વધેલો ઉપદ્રવ

અમદાવાદઃ લગભગ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશની કોરોના સિવાયની તેમજ અનિવાર્ય ન હોય તેવી તમામ કચેરીઓની કામગીરી ઠપ્પ છે. રોડ- રસ્તા ૪૫૦ કરોડથી વધુ રકમના મંજૂર થયેલા કામો હોળી પહેલાથી બંધ છે. હોળી પર વતનમાં ગયેલા મજૂરો પરત આવે તે પહેલાં કોરોના આવી ગયો છે. પ્રિમોન્સૂન એકશન પ્લાનની તમામ કામગીરી સમયસર થઈ શકશે નહીં તે અંગે પ્રશ્ન ઉભો થયો છે, હેલ્થ અને સફાઈની કામગીરીને ગંભીર અસર પડી છે.

સહિત રાજકોટ અને અન્ય અનેક ગામો- શહેરોમાં કોરોનો કાબૂમાં લેવા જતા ડેન્ગ્યુ- મેલેરિયા વકરે નહીં તે પણ જોવાનું રહેશે. પાણીના કલોરિન અને બેકટોરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવાતા નમૂના પણ પૂરતી સંખ્યામાં લેવાય છે કે નહીં તે પણ પ્રશ્ન છે. બીજી તરફ સફાઈની સોસાયટી ટુ સોસાયટીની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

(4:52 pm IST)