Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સુરત ઝાંપા બઝારની ચીકન માર્કેટની ભીડે દહેશત સર્જી : લોકડાઉનનો સંપૂર્ણ ભંગ : રરની ધરપકડ

સુરત, તા.૬ : વાઇરસનું સંક્રમણ રોકવા માટે સુરતમાં લોકડાઉનનું પાલન કરવાના આદેશના લીરેલીરા ઉડાવતો એક વીડીયો વાઇરલ થયો હતો.

સુરતની ઝાંપા બજારમાં ચીકનની દુકાનમાં જમા થયેલી બેફામ ભીડનો વિડીયો વાઇરલ થતાં સફાળી જાગેલી પોલીસે વાઇરસના સંક્રમણનું જોખમ ઉભું કરનાર રર વેપારીઓ વિરૂદ્ધ જાહેરનામાં ભંગના બે ગુના નોંધી ધરપકડ કરી હતી.

ઝાંપા બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશનો અહીંના વેપારીઓ લીરેલીરા ઉડાવી વાઇરસના સંક્રમણનું જોખમ વધારતા દેખાઇ રહ્યા હતા. ભીડનો વીડિયો વાઇરલ થતાંજ સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે કાર્યવાહી કરવાના આદેશને પગલે મહીધરપુરા પોલીસે દોડતી થઇ હતી અને ચીકન-બેકરીની દુકાન શરૂ રાખી બેજવાબદારીપૂર્વક  ભીડ ભેગી કરનાર તમામ વેપારીઓ સામે જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.

ધરપકડ કરાયેલાઓમાં  સૈયદ મુર્તુઝા સોપારી (અલઅરલ ચીકન)  મહેમુદ ગની સૈયદ (અલુદા ચીકન)ઉમર ઇસ્માઇલ ઘાંચી (કિસ્મત ચીકન)  જુબેર કાસમી કલાઇગર (અલીફ ચીકન)  કેસરી સરોશ દુતીયા (કલાસીક ચીકન)  અનવર ચંદ્રપાલ શેખ (ઝમઝમ બેકરી)  નાઝીમ ગુલામ પઠાણ (ઝમઝમ બેકરી)  અબ્દુલકાદર ગુલામોહંમદ શેખ (ઝમઝમ બેકરી)  મહેમૂદ રહીમ સૈયદ (કલાસીક ચીકન)  ઇસ્માઇલ યુસુફ ઘાંચી (કિસ્મત ચીકન)  ઇબ્રાહીમ ભીખા સૈયદ (લાસીક ચીકન)  જહુર ઇસ્માઇલ કુરેશી (સૂર્યા ચીકન)  મુન્ના દાઉદ સૈયદ (ચીકન સેન્ટર)  સુફીયાન યાકુબ કુરેશી (નુર ચીકન)  રઉફ નુરમહમદ (જુબેર ચીકન)  અશરફ ઇસ્માઇલ મેમણ (યાદગાર ચીકન) સરફરાજ ફારૂખ મેમણ (સરફરાજ ચીકન)  મોહમંદ ઝુબેર યુસુફ કુરેશી (ન્યુ સુયા ચીકન)  મહેકુઝ ઝુબેર કુરેશી (તોમર ચીકન)  મોહમદસીદ્દીક અમીર ભઠીયારા (એસ.વાય.ચીકન સેન્ટર) કાઝીમ પ્લારેસાહબ સૈયદ (એસ.પી. ચીકન સેન્ટર)  મોહમદ ફારૂક કાલા શેખ (રિઝવાન ચીકન સેન્ટરનો સમાવેશ થાય છે તેમ સુરત સંદેશ નોંધે છે.

સોશિયલ મીડિયા પર ફોટો અને વીડીયો વાઇરલ થયા પછી પાલિકાએ તાત્કાલીક અસરથી ઝાંપા બજારમાં માણસો દોડાવી ચીકન મટનની માર્કેટ તથા શાક માર્કેટ બંધ કરાવી હતી. કમિશનરે આજે મોડી સાંજે જાહેરનામુ બહાર પાડી ૧૪મી એપ્રિલ સુધી ઝાંપા બજારમાં તમામ પ્રકારના બજાર બંધ કરવાનો હુકમ જારી કર્યો છે. પાલિકા કમિશનરે ઝાંપાબજારમાં ભરાતી શાક માર્કેટ તથા ચીકન અને મટનની માર્કેટ ૧૪મી સુધી સદંતર બંધ રાખવા હુકમ કર્યો છે. આ વિસ્તારમાં રહેતા તમામ લોકોને ફરજિયાત હોમ કવોરન્ટાઇનમાં મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. એપેડેમિક એકટની જોગવાઇઓને અધિન કમિશનરે ઝાંપાની તમામ માર્કેટ બંધ કરાવી તથા તમામ લોકોને ફરજિયાત હોમ કવોરન્ટાઇનમાં મૂકવાનો આદેશ કર્યો છે.

(4:52 pm IST)