Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજયનાં ૧૫ જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂકયો છે

ગુજરાતમાં વધી રહ્યો છે લોકલ ચેપનો ખતરોઃ ચાર જિલ્લા વધુ પ્રભાવિત

અમદાવાદ, તા.૬: રાજયનાં ૧૫ જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂકયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજયમાં નવા ૧૬ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૪૪ કેસ થયા છે. રાજયનાં આરોગ્ય અગ્ર સચિવનાં જણાવ્યાં પ્રમાણે, હાલ લોકલ ટ્રાન્સમિશનનાં કેસ વધી રહ્યાં છે. કુલ ૧૪૪ પોઝિટિવ કેસમાંથી ૮૫ જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. આ સાથે મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે.

ગુજરાત સરકાર પાસેથી મળતી માહિતીનું પૃથ્થુકરણ કરતા સામે આવે છે કે રાજયનાં ૪ જિલ્લાઓમાં તો ૧૦૦ ટકા લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગેલો છે. રાજયમાં પોરબંદર, પંચમહાલ, જામનગર, મોરબીમાં ૧૦૦ ટકા લોકલ ટ્રાન્સમિશનનાં કારણે લોકો સંક્રમિત થયા છે. આ ચારેય જિલ્લાઓ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. અહીં એકપણ દર્દી વિદેશથી આવ્યો નથી. જયારે ૫૦ ટકા કે તેથી વધુ ટકા લોકલ ટ્રાન્સમિશનનાં કેસમાં ૯ જિલ્લાનો સામાવેશ થાય છે. જેમાં ભાવનગર, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. જયારે અમદાવાદમાં પણ કુલ ૬૪ કેસ નોંધાયા છે ત્યાં ૨૪ લોકો લોકલ ટ્રાન્સમિનશનનો ભોગ બન્યાં છે. રાજયમાં ૯ તો એવા દર્દીઓ છે જેમને કઇરીતે ચેપ લાગ્યો તે અંગે તંત્રને કે પરિવારને કાંઇ ખબર જ નથી પડતી. એટલે આવી પરિસ્થિતિમાં ઘરમાં રહેવું જ વધારે હિતાવહ છે.

કુલમાંથી ૬૦ ટકા લોકલ ટ્રાન્સમિશનનાં કેસગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોમાં હવે ફ્લાઇટ્સ સંપૂર્ણપણે બંધ કરતા વિદેશી પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશનનું કારણ વધવા લાગ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં ૬૦ ટકા જેટલા લોકલ ટ્રાન્સમિશનને કારણે થયા છે. રાજયમાં કુલ ૧૪૪ પોઝિટિવ કેસ છે જેમાંથી ૮૫ જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે. ૨૨જ્રાક માર્ચે તમામ ફ્લાઈટો બંધ કરી દેવાઈ હતી. જેને પણ હવે ૧૪ દિવસ પૂરા થઈ ગયા છે. કોરોના વાયરસ ૧૪ દિવસ શરીરમાં રહેતો હોય છે એટલે જ સીધા વિદેશ પ્રવાસનો એકેય નવો કેસ નોંધાયો નથી.

(4:29 pm IST)