Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

હકિકત છુપાવનારા તબલીગી જમાતના લોકો સામે કડક પગલાઃ અશ્વિનીકુમાર

રાજયમાં ર.પ૬ લાખ પાસ અને ૪૬ લાખથી વધુ ફુડ પેકેટનું વિતરણ

ગાંધીનગર તા. ૬: આજે સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે રાજયમાં નાગરિકોને ખાદ્ય પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકારી તંત્ર સતત જાગૃત છે. તેમણે કોરોના ફેલાવવામાં જવાબદાર તબલીગી જમાતના લોકો સામે કડક પગલાનો નિર્દેશ કર્યો છે.

રાજય સરકારના ૧૭ હજાર સસ્તા અનાજની દુકાનો દ્વારા રાજય સરકારે તા. ૧લી એપ્રિલથી મફત અનાજની જાહેરાત કરી હતી. તે મુજબ વિતરણ વ્યવસ્થા ચાલી રહી છે અને રાજયમાં કયાંયથી ફરિયાદ મળે તો તેમને નિકાલ કરવા રાજય સરકાર તત્પર છે.

આપણે ત્યાં વેન્ટીલેટરની શોધ થાય તે માટે ગૌરવની વાત છે, ગુજરાતની કંપની અરવિંદ અને વડોદરાની કંપની શ્યોર સેફટીની વ્યવસ્થા કરી રહી છે. રોજના રપ,૦૦૦ માસ્ક તબીબી સ્ટાફને આપવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજયની ચાર મહાનગરમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં આઇસોલેટેડ હોસ્પિટલની જોગવાઇ કરવામાં આવી છે. વન અને પર્યાવરણના અધિકારીઓ સાથે ચર્ચા કરી ૧૦૦ બેડની સુવિધા આગામી ચાર પાંચ દિવસમાં તૈયાર થાય તેવી તૈયારી કરવાની તાકીદ કરવામાં આવી છે.

તબલીગી દ્વારા અમદાવાદ-બાપુનગર, દાણીલીમડા, શાહપુર જેવા ગીચ વિસ્તારમાં કસ્ટર કોરોન્ટાઇન કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.

વડોદરામાં નગર વાડા અને સૈયદપુરા વિસ્તારને કસ્ટર વિસ્તારમાં મુકવામાં આવ્યા છે. તબલીક જમાતના લોકો દિલ્હી ગયા હતા તેમણે પોતાની હકીકત છુપાવી છે તેના કારણે સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મહાનગર પાલિકા અને નગરપાલિકાઓના કર્મચારીઓને સફાઇ અને તપાસની કામગીરીમાં સાથ અને સહકાર આપવો જોઇએ શાકભાજી, ફળફાળદી જેવી આવશ્યક ચીજ વસ્તુઓની આવક પુરતા પ્રમાણમાં છે. અમદાવાદની મોટી માર્કેટ એબીએમસી જેતલપુર ખાતે ખસેડવામાં આવી છે તે આગામી બે ત્રણ દિવસમાં કાર્યરત થઇ જશે. રાજયમાં દુધ ૪૬ લાખ લિટર ઉપલબ્ધ છે.

આવશ્યક ચીજ વસ્તુઓનાં વિતરણ માટે ર,પ૬,૦૦૦ જેટલા ખાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૪૬ લાખથી વધારે ફુડ પેકેટો આજ સુધી વિતરણ કરવામાં આવી ગયું છે.

કપાસીયા તેલ માટે પણ પુરતી તકેદારી સખી મીલ અને ટ્રાન્સપોર્ટ માટે રાજય સરકારે પુરતા પ્રમાણમાં સમયસર માન રહે તે માટે પુરેપુરી કાળજી રાખવામાં આવી છે.

તેમણે ફરીથી વિનંતી કરતાં જણાવ્યું કે પ્રજા આ વિસ્તરણ વ્યવસ્થામાં સાથ અને સહકાર આપે તો નગરજનોને તકલીફ ન પડે તે સરકારનો મુખ્ય ધ્યેય છે.

(3:41 pm IST)