Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જુગારના હાડોહાડ બંધાણીઓ સ્મશાનમાં જુગાર રમવા પહોંચ્યા પરંતુ ડ્રોને કેદ કરી લીધા

ભરૂચ પંથકની રસપ્રદ ઘટના

રાજકોટઃ લાંબા લોકડાઉનને કારણે ઘરમાં રહેવા ટેવાયેલા ન હોય તેવા તથા પાન-માવા-ફાકી અને જુગાર રમવાના  બંધાણીઓ માટે મોટી સમસ્યા સર્જાઇ છે. ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લોકો ખાનગીમાં કયાં કયાં એકઠા થાય છે તે માટે ડ્રોનનો ઉપયોગ કરતા ભીલવાડા ગામે એક નવતર દ્રશ્ય ડ્રોનમાં ઝડપાયું. સ્મશાનમાં લીમડાના ઝાડ નીચે  ભેગા થઇ દસેક જેટલા શખ્સો જુગાર રમતા હતા. ડ્રોન જોયા બાદ જુગારીઓને સમજતા વાર ન લાગી કે પોલીસ હવે ત્રાટકશે.  આને કારણે ભાગમભાગ થઇ. બીજી બાજુ પીઆઇ પી.એચ.વસાવા તાત્કાલીક સ્મશાનમાં પહોંચ્યા ત્યારે ૮ શખ્સો નાસી છુટયા હતા. તેમને પકડવા તજવીજ હાથ ધરી હતી. બે શખ્સો જો કે સ્થળ પરથી જ ઝડપાઇ ગયા હતા.

(12:54 pm IST)