Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ગુજરાતના જેલ વડા ડો. કે.એલ. એન. રાવે સાબરમતી જેલની સરપ્રાઇઝ વિઝીટ કરતા હડકંપ મચ્યો

કેદીઓની સાથોસાથ જેલ અધિકારીઓ કે સ્ટાફ નિયમોનું પાલન કરે છે કે કેમ? : કેદીઓના વોર્ડ-બેરેકોની ચકાસણીઃ કોરોના વાયરસ સંદર્ભે કાર્યવાહીઃ ડો. કે.એલ. એન. રાવ

રાજકોટ, તા., ૬: કોરોના વાયરસ સંદર્ભે સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન્સ મુજબ  અને હાઇકોર્ટની હાઇ પાવર કમીટી દ્વારા થયેલા નિર્ણય મુજબ પેરોલ પર છોડવાની કામગીરી સાથે ગુજરાતભરની  જેલોમાં અલગ આઇસોલેટેડ વોર્ડ, કેદીઓની આરોગ્ય તપાસણી, સેનીટાઇઝરનો ઉપયોગ, બહારથી આવતા નવા કેદીઓની મેડીકલ તપાસણી બાદ જ એન્ટ્રી, જેલમાં મહાનગર પાલીકાઓની મદદથી સેનેટાઇઝ કરી કેદીઓને તથા સ્ટાફને સંપુર્ણ સુરક્ષીત કરવાના અભિયાનનો અમલ કેવો થાય છે? તે જોવા રાજયના જેલવડા ડો. કે.એલ.  એન. રાવે અચાનક એક નાના ગામ જેટલી વસ્તી ધરાવતા સાબરમતી જેલનું સરપ્રાઇઝ ચેકીંગ કરતા જ હડકંપ મચી ગયો હતો.

તેઓએ કેદીઓના વોર્ડમાં જઇ સોશ્યલ  ડીસ્ટનીંગ્સ કઇ રીતે જાળવવું ? તેનું માર્ગદર્શન આપવા સાથે કેદીઓ બહાર નીકળે ત્યારે એક સાથે ન નિકળે, માસ્ક પહેરે છે કે કેમ?  હાથ ધોવે છે કે કેમ? તે તમામ બાબતોનું નિરીક્ષણ કરવા સાથે આ અમલ કરાવાની જવાબદારી જેમની છે તેવા જેલ સ્ટાફ પણ પોતે જાતે અમલ કરે છે કે કેમ? તે જોવા માટે આ અચાનક મુલાકાત લીધાનું જેલવડા ડો. કે.એલ. એન. રાવે અકિલાને તેઓએ જણાવેલ.  તેઓએ વિશેષમાં જણાવેલ કે સામાન્ય ક્ષતી  નજરે ચડતા તાકીદ આપવામાં આવી હતી  ઓવર ઓલ પરિસ્થિતિ ખુબ જ સારી હોવાનું  તેમના અચાનક નિરીક્ષણ દરમિયાન બહાર આવ્યાનું પણ જણાવેલ.

(12:52 pm IST)