Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ગુજરાતમાં ત્રણ મહિનામાં 20 ખેડૂતોનો આપઘાત :સરકારી નીતિને કારણે ખેડૂત બેહાલ:તાત્કાલિક વળતર આપો :કોંગ્રેસ

જૂનાગઢના લુશાળામાં ખેડૂત દિલિપ ટાટમિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા કોંગ્રેસના આકરા પ્રહાર

અમદાવાદ :જૂનાગઢના લુશાળા ગામે દિલિપ ટાટમિયા નામના ખેડૂતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ નિવેદન આપ્યુ છે

   . મનિષ દોશીએ જણાવ્યુ કે 90 દિવસમાં 20થી વધુ ખેડૂતોએ આપઘાત કર્યો છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિને કારણે ખેડૂત બેહાલ બન્યો. ભાજપના મળતીયા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે કામ કરે છે. આજે વધુ એક ખેડૂતને આપઘાત કરવાની ફરજ ભાજપના પાપે પડી છે

  મનીષ દોશીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ તેમના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરે છે. જે ખેડૂતે આપઘાત કર્યો છે તેમના પરિવારને તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે.

(12:37 am IST)