Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

તારાપુરના મોરજમાં સાસિરયાએ દહેજના મામલે પરિણીતા પર ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતા મહિલા પોલીસના દરવાજા પરિણીતાએ ખખડાવ્યા

તારાપુર: તાલુકાના મોરજ ગામે રહેતી એક પરિણીતાને તેના પતિ અને ઘરના સભ્યોએ ઘરની નાની-નાની બાબતોએ તેમજ દહેજના મામલે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મૂકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર મહુધા તાલુકાના અલીણા ગામે રહેતી સીરીનબાનુના લગ્ન પહેલાં નડીઆદ ખાતે રહેતા ઈરફાન નજીરભાઈ મલેક સાથે થયા હતા. પરંતુ મંદબુદ્ઘિનો હોય મનમેળ ના થતાં સમાજની રીતે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ ત્રણેક વર્ષ પછી તારીખ ૬-૩-૧૮ના રોજ તેણીએ મોરજ ગામે રહેતા અકીલમીંયા ફરીદમીંયા શેખ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી પતિ તથા ઘરના સભ્યો દ્વારા તેણી પર ઘરના નાના-નાના કામકાજ બાબતે ત્રાસ ગુજારવાનો ચાલુ કર્યો હતો. ત્યારબાદ ટીવી અને ફ્રીજની માંગણી કરી હતી પરંતુ તે ના લાવતા પિયરમાંથી એક લાખ લઈ આવ તેમ જણાવ્યું હતુ. આ માંગ પણ ના સંતોષાતા તેણીના ત્રાસમાં વધારો કરી દઈને કાઢી મૂકી હતી. આ અંગ ેસીરીનબાનુએ પતિ અકિલમીંયા, સસરા ફરીદમીંયા, સાસુ મદીનાબીબી, નણંદ રીઝવાનાબાનુ, દિયર જુનેદમીંયા વિરૂધ્દ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

 

(5:23 pm IST)