Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજપીપળા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ ઝરમર વરસાદ: પાકને નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હતી જેમાં કેટલાક જિલ્લાઓમાં બે દિવસથી વરસાદી માવઠા થયા હતા જ્યારે નર્મદા જિલ્લના વડા મથક રાજપીપળામાં રવિવારે રાત્રે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે જ્યારે સાંજે રાજપીપળા શહેરમાં અચાનક વાતાવરણ બદલાતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારબાદ તુરત લાઈટો બંધ થઈ જતાં અંધારપટ છવાઈ ગયું અને ઝરમર વરસાદ પડતાં ઠંડક ફેલાઈ હતી પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનાં મહામૂલા પાકને નુકશાન થયાની ભીતિ સેવાઈ રહી છે.

 

(10:41 pm IST)