Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

નર્મદાના નવા વાઘપુરા પ્રા.શાળાનાં શિક્ષિકાએ ચાલો ગણિતની મઝા માણીએ ઇનોવેશન રાજ્ય કક્ષાએ રજૂ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : GCERT  પ્રેરીત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ -2023 માં નર્મદા જિલ્લાનાં નવા વાઘપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન રાજ ચારુલતાબેન નું ઇનોવેશન ચાલો ગણીતની મઝા માણીએ રજુ કરાયું હતું જેમાં ગણિતના જુદા જુદા TLM ની મદદથી ગણિતને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય તેવી ખૂબ જ સુંદર રજૂઆત કરેલ હતી આ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર,CRC, BRC સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલ તથા ડાયેટ રાજપીપલાનાં DIC દિપક સાહેબ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

(10:37 pm IST)