Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધાનપુર ગામમાં મહિલાએ પાણીની ફરિયાદ કરતા સરપંચ પતિ સહિત 7 નો હુમલો : રાયોટીંગ,એટ્રોસીટી દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપુર ગામમાં પાણી બાબતે કહેવા જતા માર મારતા સાત સામે ગુનો દાખલ કરાયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર એસુદાબેન તે જયેશભાઈ ડાહ્યાભાઈ પરમાર નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયામાં આવેલ પીવાના પાણીની પાઇપ લાઇનમાં આશિષભાઈ કંચનભાઈ પટેલે પંદર દિવસ પહેલા પોતાના ખેતરમાં કરેલ દિવેલાના પાકમાં પાણી લેવા માટે નવું કનેકશન એસુદાબેનના ફળિયામાં જે પાણીની પાઇપ લાઇન જતી હોય તેમાં વાલ્વ બેસાડી લીધેલ જે ખેતરમા પાણી લેવા માટે પાઇપ લાઇનનો વાલ્લ અડધો કરી નાખી તેમના ફળીયામાં પાણીની પાઇપ લાઇનના નળના કનેકશનમા પાણી બરાબર આવતુ ન હોય તેઓ સરપંચના પતિ અમલેશભાઈ મનુભાઇ વસાવાને ફોન કરીને રજુઆત કરતા (૧) આશિષભાઈ કંચનભાઇ પટેલ (૨) અમલેશભાઈ મનુભાઇ વસાવા (૩) પિયુશભાઈ મહેશભાઈ પટેલ (૪) મનોજકુમાર જૈન્તિભાઈ પટેલ (૫) મિતેશકુમાર જેન્તીભાઈ પટેલ (૬) દિપકભાઈ કાલીદાસ પટેલ (૭) પાર્થ શાતિલાલ પટેલ (તમામ રહે.ધાનપુર તા.નાદોદ જી.નર્મદા )નાઓ એકસંપ થઈ બાઇકો લઇ ફરીયાદીના ઘર આગળ ઉભી રાખી જાતિવિષયક ગાળો બોલી અપમાનીત કરી લાકડીનો ઠંડો મારી ફરીયાદી મહિલાના વાળ પકડી ખેંચી લાતો મારી ગાળો બોલી ગડદાપાટુનો મારમારી આ સમયે તેમના સાસુ સસરા આવી જતા તેઓને પણ ગમેતેમ ગાળો બોલી હોય ત્યારે મહિલાના પતિ જયેશભાઈ પરમાર ખેતરેથી આવતા તેઓ પોતાની પત્નિને માર મારતા જોઈ પોતાને માર મારશે તે બીકે મકાનમાં જઇ અંદરથી દરવાજા બંધ કરી પોતાની પત્નિને માર-મારતો વીડીયો મોબાઇલમાં ઉતારતા આરોપીઓ હાથમાં ઇંટો લઇ ફરીયાદીના રહેણાંક મકાનનો પાછળનો દરવાજો ખોલી ગ્રહ અપપ્રવેશ કરી મકાનમાં આવેલ ટેબલનો કાચ તેમજ એલ.ઇ.ડી,ટી.વી.ને તોડી નાખી નુકશાન કરી ગદડાપાટુનો મારામારી મકાનના આગળનો દરવાજો તોડી બહાર લઇ આવી ફરીયાદી બેનને લાકડીના મારમારી આરોપી નંબર-૭ નાએ ગડદાપાટુનો મારમારી તમામ આરોપીઓએ મકાન સળગાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ગુન્હાહીત ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે સાત વિરૂદ્ધ રાયોટીંગ અને એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો છે

 

(10:29 pm IST)