Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હોળી પ્રાગ્ટયના સમયે અમદાવાદમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ

વિવિધ વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી બાદમાં વરસાદ વરસ્યો: જોધપુર, સેટેલાઈટ, શાહીબાગ, ગોતા અને બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ :ભારે વરસાદ વચ્ચે પણ હોલિકાદહન થયું

અમદાવાદમાં પણ જોવા મળી હતી. આજે હોળીના તહેવારમાં સાંજથી પવન ફૂંકાતા ધુળની ડમરી ઉડી હતી અને ત્યાર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે આજે હોળીનો તહેવાર હોવાથી સંધ્યાકાળે હોળી પ્રાગ્ટય પણ કરવામાં આવ્યું હતું.

જોકે આવા સમયે વરસાદ પણ વરસ્યો હતો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે તેમ છતાં લોકોએ વરસાદ વચ્ચે પણ  આસ્થાભેર પૂજન કર્યું હતું. શહેરમાં જોધપુર, સેટેલાઈટ, શાહીબાગ, ગોતા અને બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. જોકે ભારે વરસાદ વચ્ચે પણ  હોલિકાદહન થયું હતું.

ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે હોળી પ્રાગ્ટયના સમયે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા વિવિધ વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યાર બાદ વરસાદ વરસ્યો હતો. શહેરના બોપલ, વેજલપુર, જોધપુર, વાસણા સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો અને પવન ફૂંકાયો હતો.

 

(10:06 pm IST)