Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી! :છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 જિલ્લાઓમાં 18 નવા કોરોનાના કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં 11, સુરતમાં 2 અને જૂનાગઢ - પોરબંદર - રાજકોટ શહેર - સાબરકાંઠા અને વડોદરા શહેરમાં 1 - 1 કેસ નોંધાયા:રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 81 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે, આજે વધુ 5 દર્દી સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,66,643 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 457 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.85.151 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 81 એક્ટિવ કેસ છે.જેમાંથી એક દર્દી વેન્ટિલેટર છે,જયારે 80 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા 18 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ, જૂનાગઢ કોર્પોરેશન,પોરબંદર,રાજકોટ કોર્પોરેશન,સાબરકાંઠા, સુરત, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:26 pm IST)