Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રખડતા પશુએ રાહદારી પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 

વડોદરા: માણેજામાં ગાયના હુમલામાં વૃદ્ધાનું મોત થયાની ઘટના પછી પણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત્ રહી છે.આજે સવારે ફતેપુરામાં એક રાહદરીને રખડતા ઢોરે મારતા તેઓને ઇજા થઇ હતી.

ત્રણ દિવસ પહેલા માણેજા વિસ્તારમાં ૬૦ વર્ષના ગંગાબેન પર બે ગાયે હુમલો કરતા  ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત નિપજ્યું હતું.મકરપુરા પોલીસે આ ગુનામાં ગાયના માલિક કરણ રબારીની ધરપકડ કરી હતી.આજે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો.શહેરમાં રખડતા ઢોરે આજે વધુ એકને ઇજા પહોંચાડી હતી.હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર,ફતેપુરા બગીખાના ચાલમાં રહેતા ખુદાબક્ષ સુલેમાનભાઇ અંસારી સવારે સવા અગિયાર વાગ્યે ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસેથી ચાલતા જતા હતા.તે દરમિયાન પાછળથી એક રખડતા ઢોરે તેઓ પર હુમલો કરતા તેઓને જમણી આંખ તથા બંને હાથની કોણી  પર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા  હતા.જ્યાં તેઓની હાલત સુધારા પર છે.

 

 

 

 

 

(8:20 pm IST)