Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડોદરા:મકરપુરા વિસ્તારમાં યુવતીને બદનામ કરવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

 

વડોદરા: મકરપુરા વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય યુવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.તેણે મકરપુરા પોલીસને જણાવ્યું છે કે,વર્ષ ૨૦૧૮ માં હું સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે સમયે ઇન્સ્ટાગ્રામ પર મને માહિર ખાનના આઇ.ડી.પરથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી.મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી.ત્યારબાદ ૨૦ દિવસ સુધી અમે મેસેજ પર સંપર્કમાં રહ્યા હતા.માહિરે મને માંજલપુર ઇવા મોલમાં મળવા બોલાવી હતી.હું બપોરના ત્રણ વાગ્યે ઇવા મોલ ખાતે માહિરને મળવા માટે ગઇ હતી.અને ત્યારબાદ અમે મોલમાં ફિલ્મ જોઇ  હતી.સાંજે શો પૂરો થતા હું મારા ઘરે આવી ગઇ હતી.ત્યારબાદ પણ અમે બે વખત ફિલ્મ જોવા માટે ગયા હતા.

હંુ કોલેજના  પ્રથમ વર્ષમાં આવી ત્યારે પણ અમે એકબીજા સાથે વાતચીત કરતા હતા.હું સાંજે જીમમાં જતી હતી.ત્યારે માહિર પણ ત્યાં આવતો હતો.અમે બંને ત્યાં મળતા હતા.ત્યારે મને જાણ થઇ હતી કે,માહિરનું આખું નામ માહિર હબીબભાઇ અજમેરી (રહે.કિશાનનગર,ડભોઇ રોડ) છે.એક દિવસ બપોરના ચાર વાગ્યે હું મારા ઘરે હતી.તે સમયે માહિર મારા ઘરે આવ્યો હતો.તે ઘરમાં ગેસ્ટ રૃમમાં મને વાતચીત કરવાના બહાને લઇ ગયો હતો.મને વાતોમાં ભોળવીને તેણે શારીરિક સંબંધ માટે વાત કરી હતી.મેં તેને ના પાડી હતી.પરંતુ,તેણે મને કહ્યું કે,હું તારી સાથે જ લગ્ન કરવાનો છું.તને બહુ પ્રેમ કરૃં છું.અને મારી મરજી વિરૃદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.અને આ વાત કોઇને નહીં કહેવા માટે તેણે મને ધમકી આપી હતી.તે દરમિયાન મારી માતા આવી ગઇ હતી.અને માહિરનું નામ પૂછ્યા પછી માતાએ તેને અમારા ઘરે નહીં આવવાનું તેમજ મારી સાથે વાત નહીં કરવા માટે કહ્યું હતું.જેથી,માહિર ત્યાંથી જતો રહ્યો હતો.ત્યારબાદ પણ માહિરે મારી સાથે બળજબરીથી અવાર - નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

 

(8:19 pm IST)