Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડોદરા કોર્પોરેશને વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી:100થી વધુ મિલ્કતો સીલ કરવામાં આવી

વડોદરા: કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂપિયા ૨૬ કરોડની બાકી લેણા વસૂલવામાં નિષ્ફળ રહેલા વડોદરા કોર્પોરેશને  વેરા નહિ ભરનાર શહેરીજનો સામે માસ સિલીંગ ઝુંબેશ આજે વહેલી સવારથી શરૂ કરી છે. પાલિકાની ૧૯ વોર્ડની ૧૫૨ કર્મચારીઓની આઠ ટીમો દ્વારા વિસ્તારના બાકી વેરા બાબતે કોમર્શિલ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની અને રહેણાંક મકાનોના બાકી વેરા સામે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી આજે વહેલી સવારથી શરૂ કરી દેવાઇ છે. પ્રાથમિક અહેવાલો મુજબ વોર્ડ નં. ૧૩માં શરૂ કરાયેલી આ કામગીરીમાં અંદાજિત ૧૫૦ જેટલી કોમર્શિયલ મિલકતો સહિત રહેણાંક મિલકતોના પાણી કનેક્શનનો કાપ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

પાલિકા તંત્રના સૂત્રો અનુસાર શહેરમાં ચાલુ વર્ષે રૂપિયા ૭૨૦ કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક મુકાયો છે. જેની સામે અત્યાર સુધીમાં રૂપિયા ૫૩૦ કરોડ વસૂલ થઈ ચૂક્યા છે. શહેરી હદ વિસ્તારમાં નવા સાત ગામના સમાવેશ થવા સાથે પાલિકાએ ચાલુ વર્ષે કુલ રૂપિયા આઠ લાખથી વધુના વેરા બિલની બજવણી કરી હતી જેમાંથી રૂપિયા ૬.૪૮ લાખના રહેણાંક મિલકતો અને રૂપિયા ૧.૫૩  લાખની કોમર્શિયલ મિલકતો પાસેથી વેરાની વસુલાત થઈ હતી. જ્યારે વેરો નહિ ભરનાર કુલ. ૭૨૨૭ મિલકતોને આજ દિન સુધીમાં સીલ કરી છે. આ ઉપરાંત ૪૮,૨૦૦ મિલકતોને વેરાના નાણા ભરવા નોટિસો ફટકારવામાં આવી હતી.

 

 

(8:18 pm IST)