Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં પતિની પ્રેમિકાએ પરિણીતાને છૂટાછેડા લેવા માટે ધમકી આપતા મહિલાએ પોલીસનો સહારો લીધો

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ પર રહેતી 32 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન વર્ષ 2019 દરમિયાન સમાજના રીત રિવાજ મુજબ આકાશ બાબુભાઈ શેઠ ( રહે- રમાનગર સોસાયટી, વાઘોડિયા રોડ) સાથે થયા હતા. સંતાનમાં દોઢ વર્ષનો દીકરો છે. 

પતિના મોબાઈલ ફોનમાં અજાણી યુવતીના સાથેના ફોટા હોય આ બાબતે પૂછતા મારી સાથે ઝઘડો કર્યો હતો. આ બાબતની જાણ સાસુ સસરાને કરતા તેઓએ પણ મારી સાથે ઝઘડો કર્યો હતો. મને તથા મારા દીકરાને રસ્તામાં છોડીને હું થાઈલેન્ડ જાઉં છું તેમ જણાવી પતી જતો રહ્યો હતો. થાઈલેન્ડ થી પરત આવ્યા બાદ પણ અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપતો હતો. પતિની પ્રેમિકા પણ મને ફોન કરી છૂટાછેડા માટે ધમકાવી રહી છે. પતિ મારઝૂડ કરી એસિડ ફેકી ફેંકવાની ધમકી આપે છે. પતિ પણ છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યો છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

(8:17 pm IST)