Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સુરત:વેસુ વિસ્તારમાં કાપડના વેપારીના ઘરને નિશાન બનાવી તસ્કરો 6.50 લાખના દાગીના ચોરી છૂમંતર.....

સુરત: વેસુ કેનાલ રોડના રાજહંસ કોસ્મિકમાં રહેતા કાપડ વેપારીના ઘરના કબાટમાંથી રૂ. 6.50 લાખના દાગીના ગાયબ થઇ જતા વૃધ્ધ માતા-પિતાની સેવાચાકરી અને ઘરકામ માટે રાખેલા તાર નોકરે ચરી કર્યાની આશંકા વ્યક્ત કરતી ફરીયાદ વેસુ પોલીસમાં નોંધાય છે. 

વેસુ કેનાલ રોડ સ્થિત રાજહંસ કોસ્મિકમાં રહેતા લવેશ ચુનીલાલ અગ્રવાલ (ઉ.વ. 53) સગરામપુરા હનુમાન શેરીમાં ઉત્સવ હાઉસ નામે કાપડનો ધંધો કરે છે. લવેશની સાથે તેનો પુત્ર ઉત્સવ ઉપરાંત પત્ની તથા પુત્રી પણ ધંધામાં જોડાયેલા છે. ગત 27 ફેબ્રુઆરીએ લવેશના વૃધ્ધ પિતા ચુનીલાલ (ઉ. વ. 78) અને માતા રાધાબેન (ઉ.વ. 74) લગ્નપ્રસંગમાં ગયા હતા. જયાંથી પરત આવી સોનાના હીરાજડિત દાગીના કાઢીને લાલ કલરના પાઉચમાં મુકી લાકડાના કબાટના ડ્રોઅરમાં મુકયા હતા. ગત 3 માર્ચે રાધાબેને કબાટ ખોલ્યો ત્યારે તેમાંથી સોનાની ચૂડી, હિરાજડિત પેન્ડલ સહિતની ચેઇન મળી કુલ રૂ. 6.50 લાખના દાગીના ગાયબ હતા. જેથી આ દાગીના ઘરમાં વૃધ્ધ માતા-પિતાની સેવાચાકરી અને ઘરકામ માટે રાખેલા હતા. 

(8:17 pm IST)