Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સુરતમાં કમોસમી વરસાદના કારણોસર હોલિકા દહનની તૈયારી પર ફરી વળ્યું પાણી

 

સુરત:શહેર સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેને લઇને એક તરફ ખેડૂતોમાં ચિંતા નું મોઢું ફરી પડ્યું છે તો બીજી તરફ હોળીના તહેવારને લઈને સોસાયટીઓમાં કરવામાં આવેલી હોલિકા દહનની તૈયારીઓ પર પણ પાણી ફરી વળ્યુ છે. વરસાદમાં હોલિકા દહનના પીરામીડ ભીંજાઈ જતા લોકો પણ નિરાશ થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંધારપટ અને ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરાછા, અડાજણ, વેસુ, કતારગામ, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકને ગરમીથી રાહત મળી છે.

 

 

(8:16 pm IST)