Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધારા સંસ્થાન દ્વારા કમાલપુર માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ : વકૃત્વ સ્પર્ધા યોજાઈ

વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ ત્રણ કિશોરીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વેદાંતા કેઈર્ન ઓઇલ એન્ડ ગેસ ના સહયોગથી ધારા સંસ્થાન, વિરમગામ દ્વારા શ્રી જી.પી.એસ.માધ્યમિક શાળા, કમાલપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ને મહિલા સશક્તિકરણ વિશે જણાવ્યું હતું. મહિલાઓ અને સ્ત્રીઓના અધિકાર વિશે જાગરૂકતા લાવવા માટે મોબાઈલ હેલ્થ વાન ના ડોક્ટર તથા મુખ્ય અતિથિ દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ ત્રણ કિશોરીઓને ઈનામ વિતરણ કરી અન્ય શાળાની કિશોરીઓ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની યાદગીરી રૂપે ભેટ આપવામાં આવી હતી.

(7:18 pm IST)