Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કાલે વિધાનસભા પરિસરમાં ધારાસભ્‍યો રમશે ધૂળેટી

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બનશે : ૧૦૦ કિલો કેસૂડાના ફૂલ મંગાવ્‍યા

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૬: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પહેલી વખત ધારાસભ્‍યો વિધાનસભા પરિસરમાં રંગોત્‍સવની ઉજવણી કરશે. ધારાસભ્‍યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્‍સવ મનાવશે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બનશે.

વિધાનસભાના અધ્‍યક્ષે ધારાસભ્‍યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી આપી દીધી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્‍યો એક બીજા પર રંગ નાંખીને રંગોત્‍સવ મનાવશે. રંગોત્‍સવની ઉજવણી માટે ૧૦૦ કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્‍યાં છે. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્‍યો પરિસરમાં ધૂળેટીનો તહેવાર મનાવશે.

કેમિકલ યુક્‍ત રંગોને બદલે પ્રાકળતિક રંગોથી પારંપરિક રીતે હોળી રમવામાં આવે તેવો સંદેશ ધારાસભ્‍યો જનતાને આ કાર્યક્રમ થકી આપશે. મંગળવારે વિધાનસભા સંકુલમાં આવેલા મેદાનમાં આ હોળી રંગોત્‍સવ કાર્યક્રમ યોજાશે. વિધાનસભાનું સત્ર પૂર્ણ થયે એક ક્રિકેટ મેચનું આયોજન પણ કરવાનું વિચારાઇ રહ્યું છે. જેમાં ચૂંટાયેલા સભ્‍યોની એક કે વધુ ટીમ બનશે. જો કે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્‍યો દરેક ટીમમાં સરખી રીતે વહેંચાશે

 

(4:37 pm IST)