Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અજયકુમાર તોમરે સ્‍પાના ધંધા પર અલીગઢીયા લગાડવા જોરદાર મહિલા અફસરોને મેદાને ઉતર્યા અને બાજી પલ્‍ટી

૨૨ વિદેશી યુવતીઓ અને ૫૧ ભારતીય યુવતીઓને મુકત કરાવવા સાથે ફકત દોઢ માસમાં ૨૧ સ્‍પા. પર ત્રાટકી ૫૫ લોકોને લોકઅપ ભેગા કર્યા છે : અધૂરામાં પુરું સુકાન કાર્યદક્ષ ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી મકવાણાને આપતા અણધાર્યો ઘા કર્યો, સ્‍વેતા ડેનિયલ, મીની જોસેફ અને વિશાખા જૈનને પણ સુરતના સ્‍પાના ધંધાર્થીઓ સામેના જંગમાં ઉતારતા ઘણાનાં મોતિયા મરી ગયા હતા

રાજકોટ, તા. ૬:  સુરતના ડીજીપી લેવલનાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરની એક ખૂબી એ છે કે તે વ્‍યાપક રીતે લોકોને મોટા પાયે અસર કરતી સમસ્‍યાઓ અંગે ખૂબ અભ્‍યાસ કર્યાં બાદ તે સમસ્‍યા જળથી નાબૂદ કરવા માટે અથાગ જહેમત ઉઠાવે છે, બે ચાર દિવસ હોહા કરી લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યા બાદ હોતી હે ચલતી હૈ, એવી નીતિથી બિલકુલ વિરૂદ્ધ કામ કરવાની તેમની ખાસિયત સમગ્ર સુરત પોલીસ પણ લોકોની માફક જાણે છે, એટલે  ઉચ્‍ચ અધિકારીથી માંડી નાના પોલીસમેનને આ કામગીરી કામ ચલાવ નથી એ સારી રીતે જાણતા હોવાથી સીપી દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવે તેમાં દિલથી ડૂબી જાય છે.

યુવા પેઢીમાં ડ્રગ્‍સનુ વ્‍યાપક દૂષણ હોવાનું તેમના અભ્‍યાસમાં તારણ આવ્‍યા બાદ તેઓ દ્વારા લોકોના સહકારથી ડ્રગ્‍સ મુકત સુરત અભિયાન એટલું અસરકારક ચાલ્‍યું કે બીજા રાજ્‍યના ડ્રગ માફિયાની મિલકત ટાંચમાં આવી, અન્‍ય રાજ્‍યો સુધી પોલીસ દોડી. લોકો આ વાત સારી રીતે જાણતા હોવાથી સુરત પોલીસની નાની મોટી ભુલ ભૂલી જાય છે.

આવા લોકોની સમસ્‍યા અંગે જાણી તેની નાબુદી દિશામાં સતત ઝઝૂમતા અજય કુમાર તોમરે સ્‍પાંના નામે ચાલતા ગોરખધંધા યુવાધનને બરબાદી તરફ દોરી રહ્યાનું બહાર આવતા તેમણે આ બદી નાબૂદ કરવા એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે, સ્‍પા એટલે મહિલાઓ સાથે પનારો. એટલે કડકાઈ કરવા જતી વખતે જેન્‍ટ્‍સ ઓફિસર સામે બીજા પ્રકારના આરોપ મૂકી આ અભિયાન અટકાવવા કારસા થાય તેવું સમજતા આ આઇપીએસને વાર ન લાગે એટલે આ સ્‍પાના નામે બીજા ગોરખ ધંધા અટકાવવા માટે ભાગ્‍યે જ કોઇને સૂઝે એવી કોઠાસૂઝ ધરાવતા અધિકારીને સુઝુયુ અને તેમણે સ્‍પાના નામે ચાલતા ગોરખંધંધા અટકાવવા માટે કાર્યદક્ષ મહિલા ઓફિસરને મેદાને ઉતર્યા ત્‍યારે સ્‍પાના નામે ગોરખધંધા ચલાવતા લોકો અજયકુમાર તોમર હુકમના એક્કા જેવા અફસરો ઉતર્યાનું જાણી અડધી હિંમત હારી ગયા.

વાત અહીથી નથી અટકતી, આ અભિયાનની જવાબદારી સુરત ક્રાઈમ બ્રાન્‍ચ જેવી ખૂબ મહત્‍વની બ્રાંચમા ડીસીપી દરજ્જે ફરજ બજાવતા રૂપલ સોલંકી મકવાણા જેવા ખૂબ મહેનતું અને અનુભવી મહિલા આઇપીએસને નેતૃત્‍વ સુપ્રત કરતા સ્‍પાની આડમાં ગોરખધંધા મારફત અધ ધ ધ કમાણી કરવાનું સ્‍વપ્ન જોતા લોકો પોતાની કલ્‍પના બહાર જોરદાર ઘા થયાનું જાણી મોતિયા મરી ગયા જેવી હાલત થયેલ છે,ફકત દોઢ માસમાં ૨૧ સ્‍પા પર દરોડા પાડી ૫૫ લોકોને લોક અપ ભેગા કરનાર અજય કુમાર તોમર ટીમ દ્વારા ૨૨ વિદેશી મહિલાઓ અને ,૫૧ ભારતીય મહિલાઓને મુકત કરાવી છે, મહિલા ટીમમાં શ્વેતા ડેનિયલ, એસીપી મીની જોસેફ, બિશખા જૈન જેવા કાર્યદક્ષ મહિલા ઓફિસરને જવાબદારી સુપ્રત કરી છે.

રાજકોટનાં પૂર્વ હાલ સુરત પીઆઈ એમ.સી.વાળાનું  હર્ષ સંઘવી હસ્‍તે બહુમાન

અઢી વર્ષની બાળકી પરનું દુષ્‍કૃત્‍ય અટકાવવા સાથે આરોપીને આકરી સજા, મહત્‍વની કામગીરીની કદરઃસુરતી સીપી અજયકુમાર તોમરે ફરી એક  વખત સ્‍ટાફને આગળ કરી ખેલદિલી દાખવી

રાજકોટઃ  સુરતમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી તેના  પર  દુષ્‍કર્મ થાય તે પહેલાં અનેક દુષ્‍કરમીઓને ફાંસીના માચડે પહોચાડવાનો ગુજરાતમાં વિક્રમ સર્જનાર સુરત સીપી અજય કુમાર તોમર ટીમ દ્વારા પ્રસંશનીય કામગીરી સાથે તપાસનીશ અધિકારી તરીકે ફૂલપ્રૂફ પુરાવા એકઠા કરનાર અગાઉ રાજકોટ તથા હાલ સુરત પીઆઇ તરીકે ફરજ બજાવતા પીઆઇ એમ. સી.વાળાનું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હસ્‍તે પ્રશંસાપત્ર આપી બહુમાન કરતા શુભેચ્‍છકોમા હર્ષની લાગણી ફેલાવા પામી છે.             

 સ્‍ટાફને સાથે રાખી ખેલદિલી દાખવી આગળ કરવાની પરંપરા મુજબ આ વખતે ભલામણ કરનાર અજય કુમાર તોમર દ્વારા વ્‍યાજ વિષચક્ર અને વ્‍યાજબી દરે લોન મેળાની પહેલ કરવા સાથે ગુજરાતમાં સુરત મોડેલ તરીકે જાણીતું બનાવનાર ડીસીપી હર્ષદ મહેતા અને પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા વિગેરે સ્‍ટાફનું પણ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય હસ્‍તે બહુમાન કરાવેલ.

(4:29 pm IST)