Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સાણંદ ખાતે પ.પૂ. બ્રહ્મલીન સ્વામી સત્યમિત્રાનંદગીરીજી મહારાજના આશીર્વાદથી છેલ્લા 15 વર્ષ થી સતત ચાલતો શિક્ષણની સેવાનો યજ્ઞ એટલે રવુભા આંકડાશાસ્ત્રી નિઃશુલ્ક શૈક્ષણિક વર્ગ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ ખાતે પ.પૂ. બ્રહ્મલીન સ્વામી સત્યમિત્રાનંદગીરીજી મહારાજ ના આશીર્વાદ થી છેલ્લા 15 વર્ષ થી સતત ચાલતો શિક્ષણ ની સેવા નો  યજ્ઞ એટલે રવુભા આંકડાશાસ્ત્રી નિઃશુલ્ક શૈક્ષણિક વર્ગ. માધવ સેવા માધ્યમ, ભારત માતા મંદિર સાણંદ દ્વારા ચલાવવામાં આવતા આ વર્ગ માં સંસ્કાર વિધાલય સાણંદ ખાતે દર રવિવારે ધોરણ 10 તથા 12 ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.  દિનાંક 05/03/23 ના રોજ આ વિધાર્થીઓ નો શુભેચ્છા સમારંભ યોજાયો. જેમાં સંસ્થા ની શિક્ષણ સમિતિ ના વડીલ  પુરૂષોત્તમભાઈ ગજ્જર, દશરથ સિંહ ચૌહાણ, નિવૃત્ત આચાર્ય  ભગતસિંહ, તથા બક્ષીપંચ છાત્રાલય ના ગૃહપતિ નાનુભાઈ એ વિધાર્થીઓ ને પરિક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે જ આ વર્ગ નો પાયો મૂકી ઈમારત તૈયાર કરનાર, તથા પ્રત્યક્ષ શિક્ષણ ની જવાબદારી અદા કરનાર એવા સ્વૈચ્છિક નિવૃત્ત પ્રાધ્યાપક શૈલેષભાઈ તેરેદેસાઈ એ આજ ના દિવસે વિધાર્થીઓ પાસેથી સારા માનવ બનીને માણસાઈ જાળવવાની ગુરુ દક્ષિણા માંગી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(4:03 pm IST)