Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સંજય શ્રીવાસ્‍તવનું સન્‍માન સચવાયુ અને સાથે ગાંધીનગરની મુશ્‍કેલી એપ્રિલ અંત સુધી ટળી!!

ફકત એક ફેરફાર સાથે અન્‍ય મહત્‍વના સ્‍થાને કોને નિમણૂક આપવી, કોને નહિ? કેન્‍દ્રને પણ ચિત્રમાં આવુ પડે તેવી સ્‍થિતિ નિર્માણ થયુ હોવાનું આઇપીએસ વર્તુળો ખાનગીમાં ચર્ચી રહયા છે : ડીજી હોમગાર્ડ, લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો અને જેલવડા માફક હવે અમદાવાદ સીપીને મુખ્‍ય પોલીસવડાની નીચેથી કાઢી સીધા ગૃહવિભાગ નીચે મુકવાનો નિર્ણય, પડદા પાછળની કથા

રજકોટ તા.૬: અંતે સરકારે ગુજરાતના સિનિયર મોસ્‍ટ આઇપીએસ એવા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવનું સ્‍વમાન જળવાઇ રહે તેવો રસ્‍તો શોધી કાઢતા હવે બે માસ સુધી સિનિયર આઇપીએસ અધિકારીના ઓર્ડર ન કરવા પડે તેવો માર્ગ શોધી પોલીસ તંત્રમાં પ્રવર્તતી ઉત્‍કાંઠા પર ઠંડુ પાણી રેડી દીધુ છે.

ટેકનીલક કારણોસર મુખ્‍ય પોલીસવડાના પદથી વંચિત રહેલા સંજય શ્રીવાસ્‍તવને પોતાનાથી જુનિયર આઇપીએસને સલામ ન કરવી પડે અર્થાત રિપોર્ટ ન કરવો પડે તે માટે બે રસ્‍તા હતા. પ્રથમ તેમને ડાયરેકટ હોમ ડિપાર્ટમેન્‍ટ હેઠળ આવતી ત્રણ જગ્‍યા જેવી કે લાંચ રૂશ્વત વિરોધી વિભાગ, હોમ ગાર્ડ અને રાજયના જેલવડાનું સ્‍થાન, ટુંકમાં તેમને બે માસ માટે સીપી પદથી હટાવવા.

હવે અમદાવાદ સીપી પદ માટે વગદાર દાવેદારો ઘણા હતા, એ સ્‍થાને કોઇને નિમવા સાથે મહત્‍વના ફેરફાર કરવા અને તેમાં કોને નિમવા તે સમસ્‍યા હતી.

વતા અહીથી અટકતી નથી વડોદરા, સુરત સીપી પદ માટે એકથી વધુ દાવેદારો છે, ગૃહ વિભાગ દ્વારા કે રીતે મુળ જગ્‍યાઓ અપગ્રેડ કરો બઢથી આપવા જેવો રસ્‍તો પસંદ કરી સંજય શ્રીવાસ્‍તવને તેમનો એપ્રિલ માસના અંતે થનારો નિવૃતિ મુજબ અર્થાત મે સુધી સમય મળે તે માટે તેમને મુખ્‍ય પોલીસવડાને રિપોર્ટ ન કરવો પડે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરને ગૃહખાતાની નીચે મૂકી દેવાનો ટુંકો રસ્‍તો સ્‍વીકારી સરપ્રાઇઝ સાથે આઇપીએસ અધિકારીઓમાં પ્રવર્તતી ઉત્‍કંઠાનો અંત પાણી દીધો હોય તેવું જાણકારો માની રહયા છે.

(4:37 pm IST)