Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વન અધિકારી અને વન સંરક્ષકની ભરતી પ્રક્રિયા ૧૩ વર્ષથી અધૂરી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬ :.. રાજયમાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની ભરતી પ્રક્રિયા અંગે કોંગ્રેસના કિરીટકુમાર પટેલના પ્રશ્નના ઉતરમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતું કે વન વિભાગની રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની અને મદદનીશ વન સંરક્ષકની ભરતી પ્રક્રિયા આજે ૧૩ વર્ષ પછી પણ પુર્ણ થયેલ નથી આ હકિકત સાચી છે. તેવો સ્‍વીકાર કર્યો હતો.

જાહેરાત ક્રમાંક ર૦૯-ર૦૦૯-૧૦ વન વિભાગની રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર અને વન રક્ષકની ભરતીમાં પસંદ પામેલ ૬ મહિલા ઉમેદવારો પૈકી ર મહિલા ઉમેદવારો અનુસુચિત જન જાતિ કેટગરીની હતી. જયારે બાકી રહેલી ખાલી જગ્‍યાઓ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયે નિમણુક અંગે લેવામાં આવશે. આમ સરકાર જરૂરી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા બને તેટલી ઝડપી કરવામાં આવશે.

(3:56 pm IST)