Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતમાં સિંહોની સંખ્‍યા ૬૭૪

છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે ૩રપ અને અન્‍ય રીતે ૪૧ સિંહો મરણને શરણ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૬ :.. રાજયમાં સિંહોની વસ્‍તી ગણતરી અંગે કોંગ્રેસના અમીત ચાવડાના પ્રશ્નના ઉતરમાં વન અને પર્યાવરણ  મંત્રી મુળુભાઇ  બેરાએ જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧-ર૩ ની સ્‍થિતિએ છેલ્લો વસ્‍તી અંદાજ સને ર૦ર૦ માં હાથ ધરવામાં આવ્‍યો હતો.

આ સર્વે પૈકી વર્ષ ર૦ર૦ માં નર સિંહની સંખ્‍યા ર૦૬, માદા સિંહણની સંખ્‍યા ૩૦૯, બચ્‍ચાની સંખ્‍યા ર૯ અને વણ ઓળખાયેલ સિંહોની ૧૩૦ આમ કુલ મળી ૬૭૪ સિંહોની સંખ્‍યા છે.

છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે ૩રપ સિંહોના મૃત્‍યુ થયા છે. જયારે અકુદરતી રીતે મૃત્‍યુ થયાની સંખ્‍યા ૪૧ છે.

સિંહોના અકુદરતી મૃત્‍યુ અટકાવવા સિંહ તથા અન્‍ય વન્‍ય પ્રાણીઓને બિમારી - અકસ્‍માત વખતે તાત્‍કાલીક સારવાર માટે વેટરનેરી ઓફીસરની નિમણુંક કરવામાં આવી છે તેમજ વન વિભાગ દ્વારા સિંહોના અવર જવરવાળા  વિસ્‍તારમાં તકેદારી રાખવા માટે વન્‍યપ્રાણી વિભાગમાં નિમણુંક કરવામાં આવી છે આમ તકેદારીની જવાબદારી સોંપવામાં આવી છે.

(3:49 pm IST)