Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

નરેન્‍દ્રભાઇ અને અમિતભાઇ દુનિયાના લોકપ્રિય નેતાઃ ૩ રાજયોના પરીણામ આવકાર્ય

વિધાનસભામાં કેન્‍દ્રીય નેતાઓને બિરદાવતા રાઘવજી પટેલ

(અશ્વીન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૬: પ્રશ્નોતરી કાળ પુર્ણ થયા બાદ રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલે પોતાના સ્‍થાન ઉપર ઉભા થઇ જણાવેલ કે પ્રત્‍યેક ગુજરાતીની છાતી ગજગજ ફુલે અને જયા ભારત માતા કી જય કોઇ બોલી નહોતુ શકતુ એવા ત્રણેય પુર્વોતર રાજયોમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય થયો છે.

રાઘવજી પટેલએ ગૃહમાં જણાવેલ કે આઝાદીના કાળમાં આપણા દેશમાં બે નેતાઓની આણ પ્રર્વતતી હતી. પૂજય મહાત્‍મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી  અમિતભાઇ શાહએ સર્વોચ્‍ચ લોકપ્રિય નેતા છે. એટલુ જ નહી આ નેતાઓ દુનિયાના લોકપ્રિય નેતા છે.

તાજેતરમાં ત્રણ રાજયોની યોજાયેલ વિધાનસભામાં પણ બહુમતી પ્રાપ્ત કરી છે.  જે પ્રશંસનીય છે. આ ચુંટણીના પરીણામોમાંથી વર્ષ ૨૦૨૪ માં યોજાનાર  લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૪૦૦ કરતા વધારે બેઠકો આવે તેના શ્રી ગણેશ કર્યા છે. જેનું સૌ ગુજરાતી ગૌરવ અનુભવશે

(3:40 pm IST)