Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમદાવાદના સાણંદમાં દિકરી દેવોભવનો સન્‍માન સમારંભ

જુનાગઢ : અમદાવાદ સાણંદમાં ઓમ એવન્‍યુ બોપલ ન્‍યુ રોડ હજારી માતાના મંદિર સામે આંતર રાષ્‍ટ્રીય હાસ્‍ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરક અને માર્ગદર્શક ઉપસ્‍થિતિમાં ધારાસભ્‍ય તુષાર શુકલની વિશેષ ઉપસ્‍થિતિમાં શિવમ બ્રહ્મ મિત્ર મંડળ સાણંદ સમસ્‍ત બ્રહ્મસમાં જ રાજય કક્ષા ગુજરાતના સંયુકત ઉપક્રમે પ્રદિપભાઇ જાની, તેજસ જાની,  દિપકભાઇ ભટ્ટ, ભરતભાઇ રાવલ સહિતના આયોજક ટીમ દ્વારા દિકરી દેવો ભવ સન્‍માન સમારંભ યોજાયો હતો. જેમાં બ્રહ્મ પરિવારની અસંખ્‍ય દિકરીઓ તેના માતા - પિતાનું સન્‍માન પત્ર આપી સન્‍માન કરાયુ હતું ઉપરોકત તસ્‍વીરમાં કુ. રિવા તેરૈયા તથા તેના પિતા કલ્‍પીતભાઇ ડી. તેરૈયા તથા માતા અવંતિકાબેન તેરૈયાનું સન્‍માન કરતા ડો. જગદીશ ત્રિવેદી સહિત બ્રહ્મસમાજના આગેવાનો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી જુનાગઢ)

(2:05 pm IST)