Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજપીપળાની પ્રણવ સરસ્વતી મંદિર - જય અંબે ગ્રૂપ ઓફ સ્કૂલમાં યોજાયેલા ફન ફેર માં સેલ્ફી પોઇન્ટ એ આકર્ષણ જમાવ્યું

નર્મદા જિલ્લામાં પ્રથમ વાર 360 ડિગ્રી સેલ્ફી પોઇન્ટ અને બાળકોના સુંદર સ્ટેજ પર્ફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની પ્રણવ સરસવતી મંદિર - જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે બાળકોના સર્વાગી વિકાસ માટે અભ્યાસની સાથે સાથે તેમની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા તા. 04/03/2023ને શનિવારના રોજ શાળાના કેમ્પસમાં ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રણવના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ 14 જેટલા સુંદર સ્ટેજ પર્ફોર્મન્સ આપી શ્રોતાઓને જકડી રાખ્યા હતા.

  આ ફન ફેરમાં બાળકોને માર્ગદર્શન શાળાના કૌશિકભાઈ માછી ,પાર્થભાઈ ખત્રી અને રાજનભાઈ પરમારે પૂરું પાડયુ હતું.  કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતના ખ્યાતનામ સ્ટેન્ડ અપ કોમેડિયન ગૌરાંગ પનારાએ કર્યું હતું.  પ્રણવમાં યોજાયેલ ફન ફેર માં નાના ભૂલકાઓ વિવિધ કાર્ટૂન સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. તો સ્વાદિષ્ષ્ટ ખાણી પીણીના જુદા જુદા સ્ટોલો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

 આ ફન ફેરમાં નર્મદા જિલ્લામાં પ્રથમ વાર 360 ડિગ્રી સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. જેમાં બાળકો વાલીઓએ મોટી સંખ્યામાં સેલ્ફી પડાવી સોશ્યિલ મીડિયામાં ખુબ વાયરલ કરી છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ નૌતમ જાનીએ બાળકો , વાલીઓ તેમજ શાળા પરિવારનો આભાર માન્યો હતો.

 

(10:36 pm IST)